સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર GMERS મેડિકલ કોલેજ ખાતે જન ઔષધી દિવસ ઉજવાયો હતો. જેમાં સાબરકાંઠા અરવલ્લી સાંસદ દિપસિંહ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા. તો જિલ્લાના ત્રણ શ્રેષ્ઠ જન ઔષધી કેંદ્રના સંચાલકોનુ સન્માન કરવામાં આવ્યું હતું.
હિંમતનગરમાં જન ઔષધી દિવસ ઉજવણી પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, જન જનના આરોગ્યની સુરક્ષાએ સરકારનો મુખ્ય હેતુ છે જેને ચરિત્રાર્થ કરવા માટે વડાપ્રધાન એ જન ઔષધી કેન્દ્રોના નિર્માણ થકી લોકોને ૫૦% થી લઈને ૯૦% સસ્તા દરે જીવન જરૂરિયાત દવાઓ મળી રહે. છેવાડાના ગરીબમાં ગરીબ માનવીને પણ આ દવાઓ પરવડે તે રીતે સારામાં સારી બ્રાન્ડેડ દવાઓ જેટલી જ અસરકારક આ દવાઓ છે. આ દવાઓમાં ક્વોલિટીમાં કોઈ કોમ્પ્રોમાઇઝ કરવામાં આવતું નથી. જેનેરીક દવાના યોગ્ય પ્રચાર પ્રસાર થકી અત્યાર સુધીમાં દેશના નાગરિકોના 20,000 કરોડ રૂપિયાની બચત થઈ હોવાનું ઉમેર્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે, સરકારી હોસ્પિટલો આજે પ્રાઇવેટ હોસ્પિટલો કરતા વધુ ગુણવત્તા યુક્ત બની છે. જીનેરીક દવાઓનો યોગ્ય પ્રચાર પ્રસાર થવાથી જિલ્લાના લોકોની સારામાં સારી દવાઓ સસ્તા દરે મળી રહેશે. સરકાર દ્વારા આરોગ્યની સેવા વધુ સુદ્રઢ બનાવવા માટે મા અમૃતમ કાર્ડ, આયુષ્યમાન ભારત કાર્ડ વગેરે થકી ગરીબ લોકોને આરોગ્ય કવચ પૂરું પડાયું છે. લોકો સરકારી સેવાનો લાભ લેવા પ્રેરાય તે માટે સરકારી અધિકારી અને કર્મચારીઓએ પ્રયાસો કરવા જોઈએ.
આ અંગે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગના જયેશ પંડ્યાએ જણાવ્યું હતું કે, જિલ્લામાં નવ ઔષધી કેદ્ન્ર આવેલા છે જેમાં હિંમતનગરમાં ત્રણ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના, તલોદ અને પ્રાંતિજમાં એક એક ઔષધી કેદ્ન્ર આવેલા છે. હિંમતનગરના હાર્દિક રાવલ, ઈડરના રાહુલ પટેલ અને પ્રાંતિજના વિજયપુરી ગોસ્વામી સહીત ત્રણ શ્રેષ્ઠ જન ઔષધી કેંદ્રના સંચાલકોનુ મહાનુભવોના હસ્તે સન્માનપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી રાજ સુતરીયા, જિલ્લા પંચાયતના કારોબારી સદસ્ય વિપુલ પટેલ અને પંચાયતના સદસ્યો, મેડિકલ સુપ્રિટેન્ડેન્ટ ડૉ.આશિષ કટારકર, CDMO ડો. અજય મૂલાણી, RMO ડૉ.એન.એમ.શાહ આરોગ્ય વિભાગના અધિકારી કર્મચારી તેમજ મેડીકલ કોલેજનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.