રાજસ્થાનના ઉદેપુરથી ત્રણ નવી ટ્રેનો ૩ તારીખથી શરૂ થવાની છે. ત્યારે નવી ત્રણ ટ્રેનો શરૂ થવાને લઈને હિંમતનગર વાસીઓને અમદાવાદ જવા માટે થોડી રાહત મળશે. તો ગુરુવારે સાબરકાંઠા અને અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડે ટ્રેન શરૂ થવાની જાણકારી આપી હતી. તો આજે ઉદેપુરથી જયપુર-અસારવા ટ્રેનનું ઇનોગ્રેશન કરાયું છે. આવતીકાલથી પ્રથમ જયપુર-અસારવા ટ્રેન શરૂ થશે.
અમદાવાદ-ઉદેપુર મીટરગેજમાંથી બ્રોડગેજમાં થયા બાદ હાલમાં ત્રણ ટ્રેનો જેમાં અસારવા -હિંમતનગર, અસારવા-ડુંગરપુર અને અસારવા-ઉદેપુર ચાલી રહી છે. જેને લઈને હાલમાં હિંમતનગર વાસીઓને રેલ્વે દ્વારા અમદાવાદ જવા માટે સવારે 6:30 વાગ્યા બાદ સાંજે 5 વાગે અને રાત્રે 9 વાગે આ ત્રણ સમય પર ટ્રેનમાં અમદાવાદ જઈ શકાય છે. જેને લઈને હિંમતનગર વાસીઓ હાલમાં અમદાવાદ જવા માટે એસટી અને ખાનગી વાહનોમાં મુસાફરી કરી રહ્યા છે.
ડેઈલી ટ્રેન નં-12981-જયપુર-અસારવા વહેલી સવારે 6:55 મીનીટે હિંમતનગર આવશે. તો ટ્રેન નં-12982-અસારવા-જયપુર રાત્રે 8:18 મીનીટે હિંમતનગર આવશે, તો ટ્રેન નં-19329-ઈન્દોર-અસારવા હિંમતનગર સવારે 8:58 મીનીટે આવશે. તો ટ્રેન નં-19330-અસારવા-ઇન્દોર હિંમતનગરમાં સાંજે 3:58 મીનીટે આવશે.
હિંમતનગર વાસીઓને અમદાવાદ જવા માટે દરરોજ સવારે 6:30 મીનીટે, 6:55 મીનીટે, સાંજે 5:00 કલાકે (રવિવાર સિવાય), 8:58 મીનીટે, રાત્રે 9:00 કલાકે ટ્રેન જશે. આ ઉપરાંત મંગળવાર અને શુક્રવારે કોટા-અસારવા ટ્રેન સવારે 4:05 ૫ મીનીટે જશે.
સપ્તાહમાં બે દિવસ ચાલનારી ટ્રેન નં-19822-કોટા-અસારવા શુક્રવારે અને મંગળવારે ચાલશે. જે હિંમતનગર સવારે 4છ06 મીનીટે આવશે. તો ટ્રેન નં -19821-અસારવા-કોટા શનિવારે અને બુધવારે ચાલશે જે હિંમતનગર સવારે 10:45 મીનીટે આવશે. આ ટ્રેન સપ્તાહમાં બે દિવસ ચાલશે.
અજમેર પીઆરઓ એ જણાવ્યું હતું કે, આવતીકાલથી જયપુર-અસારવા ટ્રેન શરુ થઇ જશે. આ ટ્રેનનું આજે ઉદેપુર સ્ટેશનથી સાંસદ ઉદેપુરના અર્જુનલાલ મીણા, ચિતોડગઢના સી.પી.જોષી, બાસવાડાના કનકમલ કટારા, ભીલવાડાના સુભાષચંદ્ર રેડીયાની ઉપસ્થિતિ માં લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું છે. તો આવતીકાલે કોટાથી ટ્રેનનું ઇનોગ્રેશન થશે. જૂની ત્રણ અને નવી ત્રણ ટ્રેન શરુ થવાને લઈને હિંમતનગર વાસીઓને અમદાવાદ જવા માટે થોડી રાહત થઇ શકે છે.
ઉદેપુર-કોટા-ઇન્દોર-ડુંગરપુર થી અસારવા તરફ જતી ટ્રેનોનો સમય
૧-ઉદેપુર-અસારવા હિમતનગરમાં રાત્રે ૯ વાગે આવશે ૯.૦૨ મીનીટે ઉપડશે,(Daily)
૨-કોટા-અસારવા હિમતનગરમાં સવારે ૪.૦૫ મીનીટે આવશે અને ૪.૦૭ મીનીટે ઉપડશે(મંગળવારે અને શુક્રવાર),
૩-ડુંગરપુર-અસારવા હિમતનગરમાં સાંજે ૪.૫૮ મીનીટે આવશે અને ૫.૦૦ વાગે ઉપડશે(સોમવાર થી શનિવાર)
૪-ઇન્દોર-અસારવા હિમતનગરમાં સવારે ૮.૫૮ મીનીટે આવશે અને ૯.૦૦ વાગે ઉપડશે(Daily)
૫-જયપુર-અસારવા હિમતનગરમાં સવારે ૬.૫૫ મીનીટે આવશે અને ૬.૫૭ મીનીટે ઉપડશે( Daily)
૬-હિમતનગર-અસારવા હિમતનગર સવારે ૬.૩૦ મીનીટે ઉપડશે(સોમવાર થી શનિવારે)
અસારવા થી ઉદેપુર-કોટા-ઇન્દોર-ડુંગરપુર તરફ જતી ટ્રેનોનો સમય
૧-અસારવા-ઉદેપુર હિમતનગર રાત્રે ૮.૨૫ મીનીટે આવશે અને ૮.૨૫ મીનીટે ઉપડશે(Daily)
૨-અસારવા-કોટા હિમતનગર સવારે ૧૦.૪૫ મીનીટે આવશે અને ૧૦.૪૭ મીનીટે ઉપડશે(બુધવારે અને શનિવારે)
૩-અસારવા-ડુંગરપુર હિમતનગર બપોરે ૧૨.૧૫ મીનીટે આવશે અને ૧૨.૧૮ મીનીટે ઉપડશે(સોમવાર થી શનિવાર)
૪-અસારવા-ઇન્દોર હિમતનગર બપોરે ૩.૫૮ મીનીટે આવશે અને ૪.૦૦ વાગે ઉપડશે(Daily)
૫-અસારવા-જયપુર હિમતનગર રાત્રે ૮.૧૮ મીનીટે આવશે અને ૮.૨૦ મીનીટે ઉપડશે(Daily)
૬-અસારવા-હિમતનગર હિમતનગર રાત્રે ૯.૪૫ વાગે આવશે.(સોમવાર થી શનિવાર)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.