સામાન્ય સભા:સામાજિક ખર્ચ ઓછા કરવાની સાથે દરેકે આર્થિક પરિસ્થિતિને ધ્યાને લઇ પ્રસંગ કરવા નિર્ણય કરાયો

મોડાસા7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા વિભાગના 72 ગામના કચ્છી પાટીદારોની સામાન્ય સભામાં કારોબારી રચાઇ

કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજ મોડાસા વિભાગની સામાન્ય સાધારણ સભા મળી હતી. જેમાં મોડાસા વિભાગના 72 કંપાના ભાઇ-બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે સામાજિક ખર્ચ ઓછા કરવાની સાથે દરેક વ્યક્તિએ આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખી સામાજિક પ્રસંગ કરવા નિર્ણય કરાયો હતો. સાથે સાથે ત્રણ વર્ષ માટે નવી કારોબારીની રચના પણ કરાઇ હતી.

મોડાસાના હિંમતનગર રોડ ઉપર આવેલા લક્ષ્મી કોલ્ડ સ્ટોરેજમાં મોડાસા વિભાગના કચ્છ કડવા પાટીદાર સનાતન સમાજની સભા પ્રમુખ હરીભાઇ કે. ભોજાણી ગારુડીકંપાના અધ્યક્ષ સ્થાને મળી હતી. પ્રમુખે ત્રણ વર્ષ દરમિયાન સમાજના ઉત્કર્ષ માટે કરેલી કામગીરીનો ચિતાર રજૂ કર્યો હતો. મહેમાનોનું સ્વાગત પ્રવચન મંત્રી મણીભાઈ કે. પટેલ અમલાઈ કંપા મોડાસા દ્વારા કરાયુ હતું. પ્રમુખ હરિભાઈ ભોજાણી અને ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ લખુભાઇ પટેલ શિવપુરાકંપા માલપુર દ્વારા સામાજિક પ્રસંગોમાં ખર્ચો ઘટાડવા પર ભાર મૂકાયો હતો.

આ પ્રસંગે સમાજના અગ્રણીઓએ સામાજિક પ્રસંગોમાં ખર્ચ ઓછો કરવા માટે ભાર મૂકતા દરેકે પોતાની આર્થિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સામાજિક પ્રસંગો કરવા નિર્ણય કરાયો હતો. આ પ્રસંગે ત્રણ વર્ષ માટેની નવીન કારોબારીની રચના કરાઇ હતી.

જેમાં પ્રમુખ તરીકે હરિભાઈ શામજીભાઈ ભોજાણી ગારુડીકંપા ધનસુરા, મંત્રી મણીભાઈ કાનજીભાઈ પોકાર અમલાઈ કંપા મોડાસા તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુભાઈ મૂળજીભાઈ પટેલ ઈશ્વર પુરાકંપા ઉપપ્રમુખ વિઠ્ઠલભાઈ લખુભાઇ પટેલ શિવપુરાકંપા માલપુર ઉપપ્રમુખ બેચરભાઈ માવજીભાઈ પટેલ શાંતિપુરા મેઘરજ ઉપપ્રમુખ ગિરીશભાઇ અંબાલાલ પટેલ મણીપુર કંપા સહમંત્રી મહેશભાઈ વિઠ્ઠલભાઈ વાસાણી સબલપુરકંપા ખજાનચી રોહિતભાઈ ગોવિંદભાઈ છાપૈયા મોડાસા પ્રતિનિધિ બીપીનભાઈ રમણભાઈ પટેલ વાસેરાકંપા કેન્દ્રીય પ્રતિનિધિ વસંતભાઈ રાજાભાઈ લીંબાણી મોડાસાની વરણી કરાઇ હતી. સંચાલન હિતેશભાઈ પટેલ અને મણીભાઈ પોકારે કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...