વર્તમાન સમયમાં યુવક યુવતી રૂપ અને રૂપિયા જુએ છે મોટો બંગલો આલીશાન ફ્લેટ હાઈ પેકેજ મોજ મજા એશ આરામ કરવાના સાધનો વગેરે સગવડો જોઈને પરસ્પર લગ્નગ્રંથિથી બંધાય છે. મૌલિક ગુણોની ઘોર ઉપેક્ષાના કારણે પતિ પત્ની વચ્ચેના પરસ્પર સંબંધોમાં મોટી તિરાડ પડી છે. પ્રેમના નામે વાસનાના તોફાનો ચાલે છે, પ્રેમ એટલે શું ? જેના પર પ્રેમ છે તે વ્યક્તિ માટે જરૂર પડે મોતનો પણ સ્વીકાર કરે તે પ્રેમ કહેવાય. શરીરનું આકર્ષણ રૂપ અને રંગનો લગાવ એ પ્રેમ નથી પરંતુ વાસના છે, વાસના દુર્ગુણ છે જ્યારે પ્રેમ સદગુણ છે. સત્યના નામે અસત્યનો આગ્રહ વર્તમાનમાં ખૂબ જ ચાલે છે.
ઇન્ટરકાસ્ટ મેરેજ માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ થાય છે માતા-પિતાના ગાલ પર સણસણતો તમાચો લગાવ્યા વિના તે ન થઈ શકે. તેમની પીઠ પર ખંજર વિના (તેમની ઈચ્છા વિરુદ્ધ કાર્ય) તે અશક્ય છે. લગ્ન કરવા એ સંસારનું શુભ કાર્ય છે. ઇન્ટરકાસ્ટમાં માતા-પિતાની આંતરડી બળે છે, દિલ દુભાય છે, લગ્ન સમયે જ માતા પિતાની અત્યંત નારાજગી તે કપલ માટે અભિશાપ બની જાય છે.
25-50 વર્ષ પહેલા ઇન્ટરકાસ્ટ મેરેજ થતા ન હતા તેથી જ પતિ-પત્ની વચ્ચે સુમેળ હતો .કોર્ટમાં કેસો ન હતા જ્યારથી ઇન્ટરકાસ્ટ મેરેજ માં ઉછાળો આવ્યો છે ત્યારથી કોર્ટ કચેરીમાં વાદવિવાદ આક્ષેપ, પ્રતિઆક્ષેપો ખૂબ જ મોટી સંખ્યામાં વધ્યા છે.
ઘુવડ દિવસે જોઈ ન શકે, કાગડો રાત્રે જોઈ ન શકે, પ્રેમી (સ્ત્રી કે પુરુષની આકૃતિ રૂપ રંગ ના માશુક, વાસના પૂર્તિ કરવા ઈચ્છુક) દિવસે પણ જોઈ ન શકે રાત્રે પણ જોઈ ન શકે. તેને અંધ કહી શકાય જે (ભવિષ્યનો વિચાર ન કરે.)ભારતભરના તમામ યુવક યુવતીઓ જો આજથી જ સેલ્ફ કાસ્ટ મેરેજની પસંદગી કરે તો હમણાં જ સોનાનો સૂરજ ઉગી જાય. દાંપત્ય જીવન 100 ટકા સફળ થયા વિના ન રહે. તમે પણ તમારું જીવન સફળ કરજો એવી શુભેચ્છા અસ્તુ.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.