ચૂંટણી જાહેર થતાં જ બદલી:સાબરકાંઠામાં પોલીસ વિભાગમાં આંતરિક બદલીઓ કરાઈ; 17 PSI અને 7 PIને પોસ્ટીંગ અપાયું

સાબરકાંઠા (હિંમતનગર)એક મહિનો પહેલા

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણીની તારીખો જાહેર થઈ છે, ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ સાબરકાંઠામાં પોલીસ વિભાગમાં જિલ્લા પોલીસ વડાએ આંતરિક બદલીઓના હુકમો કર્યા છે. જેમાં 17 PSI અને 7 PIને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. તો પાંચ પોલીસ સ્ટેશનમાં વધુ એક-એક પીએસઆઈ મુકવામાં આવ્યા છે.

પાંચ PSI અને ચાર PIની બદલીઓ કરાઈ
આ અંગેની વિગત એવી છે કે, વિધાનસભાની ચૂંટણીઓની તારીખ જાહેર થતાંની સાથે જ સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા પોલીસ વડા વિશાલ વાઘેલાએ બદલીનો ગંજીફો ચીપ્યો હતો. વિધાનસભાની ચૂંટણીને લઈને હિંમતનગર ગ્રામ્ય, બી ડીવીઝન, એ ડીવીઝન અને તલોદમાં સેકંડ PSI મુકવામાં આવ્યા છે. તો લીવ રીઝર્વના 12 PSI અને 3 PIને પોસ્ટીંગ આપવામાં આવ્યું છે. તો પાંચ PSI અને ચાર PIની બદલીઓ કરવામાં આવી છે. આમ એક સાથે PSI અને PIની બદલીના હુકમો કરવામાં આવ્યા છે.

કોની ક્યાં બદલી કરાઈ?
પીઆઈ જે.એ.રાઠવાની સાયબર ક્રાઈમમાંથી ખેરોજ પોલીસ સ્ટેશનમાં, જે.જી.ઓડની હિંમતનગર સીપીઆઈમાંથી મહિલા પોલીસ સ્ટેશનમાં, ખેરોજ પોલીસ સ્ટેશનમાંથી બ.પી.ડોડીયાની સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં અને IUCAW માંથી PI એન.એમ.રબારીની SOGમાં બદલી કરવામાં આવી છે. PSI જે.એમ રબારીની એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાંથી સીટી ટ્રાફિકમાં સેંકડ PSI તરીકે કરવામાં આવી હતી. તો વિજયનગર પોલીસ સ્ટેશના PSI એલ.પી.રાણાને એલસીબીમાં (આર્થીક ગુના નિવારણ) બદલી કરાઈ છે. સીટી ટ્રાફિકના PSI કે.બી.ખાંટની SOGમાં બદલી કરવામાં આવી છે. હિંમતનગર નાયબ પોલીસ અધિક્ષકની કચેરી રીડર PSI સી.એચ.આસુન્દ્રાની હિંમતનગર એ ડીવીઝનમાં બદલી કરાઈ છે. તો હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશના PSI વાય.એન.પટેલની તલોદ પોલીસ સ્ટેશનમાં બદલી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...