કરૂણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ:10થી 20 જાન્યુઆરી દરમિયાન ઘાયલ પશુ-પક્ષીઓની સારવાર કરાશે; હિંમતનગરની ત્રિવેણી વિદ્યાલયમાં કાર્યક્રમ યોજાયો

સાબરકાંઠા (હિંમતનગર)23 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લામાં આવતીકાલથી 10 દિવસ કરુણા અભિયાન ચલાવવામાં આવશે. તો જેને લઈને 1962 કરુણા અભિયાનને લઈને કર્મચારીઓએ પૂર્વ તૈયારીઓ કરી દીધી છે. તો બીજી તરફ હિંમતનગરના મહેતાપુરામાં ત્રિવેણી હાઇસ્કુલમાં કરુણા અભિયાન અંતર્ગત કાર્યક્રમનું આયોજન કરાયું હતું.

જિલ્લામાં મકરસંક્રાંતિના તહેવારને લઈને કાતિલ દોરીથી પશુ-પક્ષીઓને થતી ઈજાઓને બચાવવા માટે ૧૯૬૨ કરુણા એનિમલ એમ્બ્યુલન્સનાં કર્મચારીઓ દ્વારા પૂર્વ તૈયારીઓ કરવામાં આવી છે. ઉત્તરાયણને અનુલક્ષીને તા.૧૦ જાન્યુઆરી થી ૨૦ જાન્યુઆરી સુધી કરુણા અભિયાન ચલાવવામાં આવશે. ઇજા પામેલા પક્ષીઓને સમયસર સારવાર મળી રહે અને પક્ષીઓનાં જીવ બચાવી શકાય તે હેતુથી કરુણા એનિમલ એમ્બ્યુલન્સ ૧૯૬૨ની તમામ ટીમ પૂરતી દવાઓ, સાધનો સાથે સજજ કરવામાં આવી છે.

જિલ્લામાં કરુણા અભિયાન અંતર્ગત ૧૬ એમ્બ્યુલન્સ કાર્યરત રહેશે. જેમાં હિંમતનગર ખાતે કુલ -૩ એમ્બ્યુલન્સની ફાળવણી કરવામાં આવી છે. જે સવારે ૭:૦૦ થી સાંજના ૭:૦૦ વાગ્યા સુધી ટોલ ફ્રી નંબર ૧૯૬૨ કાર્યરત રહેશે. જેમાં આં વર્ષે કુલ ૯૦-૯૫ ઇમરજન્સી કોલ આવવાની સંભાવના છે. ગુજરાત સરકાર અને ઇ. એમ.આર.આઇ. ગ્રીન હેલ્થ સર્વિસ દ્વારા પી.પી.પી મોડલ પર સાબરકાંઠા જિલ્લામા એક કરુણા એનિમલ એમ્બ્યુલન્સ હિંમતનગર ખાતે અને કુલ ૧૫ દસ ગામ દીઠ ફરતા પશુ દવાખાનાં તાલુકાનાં જુદા જુદા ગામડાઓમાં કાર્યરત છે.

હિંમતનગરના મહેતાપુરા ખાતે આવેલી ત્રિવેણી વિદ્યાલય ખાતે સોમવારે લોકશાહીના ધબકારા, કરૂણા અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે શાળાના આચાર્ય વી.આર. ભટ્ટ તથા હિંમતનગરના ધારાસભ્ય વી.ડી. ઝાલા મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહ્યા હતા. શાળાના આચાર્ય દ્વારા ધારાસભ્ય વી.ડી. ઝાલાનુ શાલ ઓઢાડીને સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે ધારાસભ્ય વી.ડી. ઝાલાએ શાળાના વિદ્યાર્થીઓને ચાઇનીઝ દોરીનો ઉપયોગ ના કરવા અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. શાળાના આચાર્યએ શાળાના બાળકોને ઉતરાયણ પર્વ દરમિયાન કંઇ કંઇ બાબતોનુ ધ્યાન રાખવુ જોઇએ તે અંગે માર્ગદર્શન આપ્યુ હતુ. આ પ્રસંગે એન.એસ.એસ. વિભાગ દ્વારા રેલીનુ પણ આયોજન કરવામાં આવ્યુ હતુ તથા બાઇક ચાલકોને દોરીથી રક્ષણ કરવા માટે દોરીગાર્ડનુ વિતરણ કરાયુ હતુ. હિંમતનગર પાલિકાના પૂર્વ પ્રમુખ અનિરૂધ્ધભાઇ સોરઠીયા, વોર્ડ નં.૧ સદસ્ય રાજેશભાઇ શર્મા, કલ્પેશભાઇ સાંખલા, મનીષાબેન, વિણાબેન સહિત અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...