કોરોના સંક્રમણ:હિંમતનગર સિવિલના પેથોલોજી તબીબ, ગાયનેક પત્ની અને બાળક કોરોના સંક્રમિત

હિંમતનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એક્ટિવ કેસની સંખ્યા 5 : મહેસાણા જિલ્લામાં 11 દિવસમાં 10 કેસ સામે આવ્યા

સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા બે સપ્તાહથી કોરોનાના કેસ નોંધાવા શરૂ થઇ ગયા છે. હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવતા પેથોલોજીસ્ટ, તેમની ગાયનેક પત્ની અને 11 વર્ષીય બાળક સંક્રમિત થતા એક્ટિવ કેસની સંખ્યા 5 થઇ ગઇ છે. જ્યારે ઇડર તાલુકાના એક દર્દીને કોરોના મુક્ત જાહેર કરાયો હતો. મહેસાણ જિલ્લામાં 11 દિવસમાં 10 કેસ સામે આવ્યા છે.

જૂન માસના પ્રારંભે હિંમતનગર અને ઇડર તાલુકામાં કોરોના સંક્રમણે ફરી માથુ ઉંચકતા નિયમિત અંતરાલે નવા કેસ નોંધાઇ રહ્યા છે અને નવ દિવસમાં આઠ કેસ નોંધાઇ ચૂક્યા છે. નવી ગાઇડલાઇન મુજબ એક સપ્તાહ બાદ કોરોના મુક્ત જાહેર કરી દેવાય છે. જે ઝડપે કેસ નોંધાવા શરૂ થયા છે તે જોતા સારા આસાર જણાતા નથી. આઠ પૈકી બે સંક્રમિત બહારથી એટલે કે રાજસ્થાન અને યુકેથી આવ્યા હતા. જ્યારે બાકીના સ્થાનિક છે અને કોઇ ટ્રાવેલ હિસ્ટ્રી નથી.

એપેડેમિક ઓફિસર ર્ડા. પ્રવીણ ડામોરે વિગત આપતા જણાવ્યું કે હિંમતનગર સિવિલ હોસ્પિટલના 42 વર્ષીય પેથોલોજીસ્ટ, તેમની 39 વર્ષીય ગાયનેક પત્ની અને 11 વર્ષીય બાળક ત્રણેયનો કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે અને તમામે વેક્સિન લીધેલ છે. તેમની ટ્રાવેલ હીસ્ટ્રી નથી મળી પરંતુ તેઓના જણાવ્યાનુસાર એકાદ સપ્તાહ અગાઉ દિલ્હીથી એમસીઆઇની ટીમ આવી હતી તેના સંપર્કમાં આવ્યા હતા. શનિવારે વધુ 3 નવા કેસ નોંધાવા સહિત એક દર્દીને કોરોના મુક્ત જાહેર કરાતા સાબરકાંઠા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 05 થઇ છે.

અન્ય સમાચારો પણ છે...