સમસ્યા:હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં 10 દિવસથી ડહોળું પાણી આવતાં રોષ

હિંમતનગર13 દિવસ પહેલા
  • કૉપી લિંક
પોલોગ્રાઉન્ડમાં 10 દિવસથી ડહોળું પાણી આવતાં રહીશોમાં રોગચાળની દહેશત - Divya Bhaskar
પોલોગ્રાઉન્ડમાં 10 દિવસથી ડહોળું પાણી આવતાં રહીશોમાં રોગચાળની દહેશત
  • સ્થાનિકોમાં રોગચાળો ફેલાવવાની દહેશત, આવી કોઇ ફરિયાદ મળી નથી, તપાસ કરી નિરાકરણ કરાશે: પાલિકા

હિંમતનગરના પોલોગ્રાઉન્ડમાં 10 દિવસથી ડહોળુ પીવાનું પાણી આવતાં રહીશોમાં રોગચાળાની દહેશત સેવાઇ રહી છે. જોકે, નગરપાલિકા દ્વારા આવી કોઇ ફરિયાદ ન મળી હોવાનું અને તપાસ કરી સત્વરે નિરાકરણ કરવાનું જણાવાઇ રહ્યુ છે. છેલ્લા દસેક દિવસથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પીવાનું પાણી ડહોળુ આવી રહ્યુ હોવાની બૂમ ઉભી થઇ રહી છે.

પોલોગ્રાઉન્ડ વિસ્તારના માણેક કૃપા હાઇસ્કૂલની ઉત્તરે છેલ્લા એક સપ્તાહ કરતાં વધુ સમયથી ડહોળુ પાણી આવી રહ્યુ છે અને ચાર - પાંચ દિવસ અગાઉ લીલા કલરનું પાણી આવ્યાનું પણ જાણવા મળી રહ્યુ છે ત્યારે પીવાની લાઇન સાથે દૂષિત પાણી મિક્સ થઇ રહ્યુ છે કે નહીં તેની તપાસ પણ જરૂરી બની રહે છે. ગત સપ્તાહમાં એક નાનું બાળક અને આધેડને ઝાડા ઉલ્ટીની સમસ્યા થઈ હતી.

જેમાં 4 વર્ષીય બાળકને હોસ્પિટલાઈઝડ કરવું પડ્યું હતું. વોટર વર્કસ હેડ અશ્વિનભાઇ જોષીએ જણાવ્યું કે ચોમાસાના પ્રારંભ પૂર્વે તમામ સંપ, ઓવરહેડ ટાંકીઓની સફાઇ કરી દેવાઇ હતી. ડહોળા પાણી અંગે કોઇ ફરિયાદ મળી નથી તેમ છતાં સમસ્યાવાળા વિસ્તારમાં તપાસ કરી સત્વરે નિરાકરણ લાવી દેવાશે.

અન્ય સમાચારો પણ છે...