ગરમીથી રોગચાળો:સાબરકાંઠામાં મે માસના પ્રથમ 10 દિવસમાં ઇમરજન્સી કેસમાં વધારો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બાકીના 9 દિવસમાં ઇમરજન્સી કેસમાં ઘટાડો થયો, 19 દિવસમાં હિટ સ્ટ્રોકના 12, કાર્ડીયાકના 54 કેસ નોંધાયા

સાબરકાંઠામાં ચાલુ મે મહિનાના પ્રારંભે ઇમરજન્સી કેસોમાં વધારો જોવા મળ્યો હતો. પહેલા દસ દિવસમાં હીટ સ્ટ્રોક, હ્રદય સબંધિત સમસ્યા અને અકસ્માતનું પ્રમાણ વધી ગયુ હતું. બાકીના 9 દિવસમાં તેમાં ઘટાડો જોવા મળ્યો હતો.

જીવીકે ઇએમઆરઆઇ 108 ના ડિસ્ટ્રિક્ટ મેનેજર જયમીન પટેલ પાસેથી મળતી માહીતી અનુસાર સા.કાં. જિલ્લામાં મે માસના પ્રથમ 10 દિવસમાં હીટ સ્ટ્રોકના 07 હ્રદય સંબંધિત સમસ્યાના 30 અને અકસ્માતના 109 કેસ નોંધાયા હતા.

જ્યારે પાછળના 9 દિવસમાં હીટ સ્ટ્રોકના 05, હ્રદય સંબંધિત સમસ્યાના 24 અને 66 અકસ્માતના કેસ નોંધાયા હતા. મે માસના પ્રથમ ચરણમાં ગરમી ચરમે રહેતા ગરમીથી પડી જવાના બેભાન થવાના પણ 4 કેસ નોંધાયા હતા.

મે માસના પ્રથમ ચરણમાં 108 એમ્બ્યુલન્સ સતત દોડતી રહી હતી આ સમયગાળામાં લગ્ન સિઝન અને ગરમી બંને હોવા છતા 10 મે સુધીમાં ઝાડા ઉલટીના 05 અને 11 થી 19 મે દરમિયાન ઝાડા ઉલટીના માત્ર 3 કેસ નોંધાયા હતા.

અન્ય સમાચારો પણ છે...