વડાપ્રાધાન આવતીકાલે સાબરકાંઠા પધારશે:હિંમતનગરની સાબરડેરીમાં પાવડર પ્લાન્ટનું લોકાર્પણ, નરેન્દ્રભાઈ મોદી મહિલાઓ સાથે 10 મિનીટ વાર્તાલાપ કરશે

સાબરકાંઠા (હિંમતનગર)14 દિવસ પહેલા

હિંમતનગરની સાબરડેરીમાં પાવડર પ્લાન્ટનું લોકાર્પણ બાદ પશુપાલક મહિલાઓ સાથે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી મહિલાઓ સાથે વાર્તાલાપ કરશે. તેવું સાબરડેરીના ચેરમેન શામળભાઈ પટેલે જણાવ્યું હતું.

પશુપાલકોનું સન્માન કરવામાં આવશે
સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાના પોણા ચાર લાખ પશુપાલકોની જીવાદોરી સાબરડેરીમાં આવતીકાલે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દૈનિક 120 મેટ્રિક ટન પાવડરનું ઉત્પાદન કરતા 305 કરોડમાં તૈયાર થયેલ પાવડર પ્લાન્ટ અને 125 કરોડના ટ્રેટાપેક પ્લાન્ટનું લોકાર્પણ કરશે અને પાંચ એકરમાં રૂપિયા 600 કરોડના ખર્ચે આકાર પામનાર ચીજ પ્લાન્ટનું ભૂમિપૂજન કરશે. દરમિયાન પાવડર પ્લાન્ટના કોન્ફરન્સ હોલ ખાતે સાબરકાંઠા અને અરવલ્લી જીલ્લાની પશુપાલન ક્ષેત્રે વિશિષ્ટ કામગીરી કરનાર 20 મહિલાઓ સાથે 10 મિનીટ દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પશુપાલનને લઈને વાર્તાલાપ કરશે. ત્યારબાદ સભાસ્થળે પહોચી ત્રણ સુકન્યા બાળકીઓનું, પાંચ પશુપાલકોનું સન્માન કરવામાં આવશે ત્યારબાદ સભાને સંબોધના કરશે.

અન્ય સમાચારો પણ છે...