મારામારી:પ્રાંતિજના વણઝારાવાસમાં કાકા-બાપાના પુત્રો બાખડ્યા, લોખંડની એંગલોથી હુમલો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અમને ખેતરમાં જવાનો રસ્તો કેમ નથી આપતાં કહી મારામારી
  • પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કુલ 7 વ્યક્તિઓ વિરુદ્ધ સામ સામે ફરિયાદ નોંધાઇ

પ્રાંતિજના વણઝારાવાસમાં શનિવારે સવારે આજુબાજુમાં રહેતા કાકા બાપાના દીકરા બાખડતા દંડા અને લોખંડની એંગલ વડે એકબીજાને મારતાં પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં કુલ સાત વ્યક્તિઓ વિરુદ્ધ સામસામે ફરિયાદ નોંધાવી હતી. તા. 31-12-22ના રોજ શ્રવણજી વિષ્ણુજી વણઝારા સવારે તેમના ઘેર હતા તે દરમિયાન સાડા આઠેક વાગ્યાના સુમારે તેમના મોટા બાપાના દીકરા અજયભાઈ હાપુજી વણઝારા ઘર આગળ આવ્યા હતા અને તમે અમને ખેતરમાં જવા માટે રસ્તો કેમ નથી આપતા તેમ કહી દંડા વડે બાઈકને નુકસાન કરી રહ્યા હતા.

જેથી શ્રવણજીએ ઘરની બહાર નીકળવા દરમ્યાન અજયભાઈએ દંડો તેમની બા કમળાબાના માથામાં મારી દીધો હતો. દરમિયાન અજયનો ભાઈ વિજય પણ દંડો લઈ આવ્યો હતો અને અવિનાશ લોખંડની એંગલ લઈને તથા તેની માતા શારદાબેન હાથમાં લાકડી લઈને આવી ગયા હતા અને ગાયત્રીબેનને મારવા લાગ્યા હતા. શ્રવણજી વણઝારાની ફરિયાદને આધારે પોલીસે અજયભાઈ હાપુજી વણઝારા, વિજયભાઈ હાપુજી વણઝારા, અવિનાશ હાપુજી વણઝારા અને શારદાબેન હાપુજી વણઝારા વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.

અવિનાશકુમાર હાપુજી વણઝારાએ નોંધાવેલ ફરિયાદ અનુસાર તા. 31-12-22 ના રોજ સવારે તેમના કાકાના દીકરા શ્રવણભાઈ તેમની ભાભી રેખાબેનને અપશબ્દો બોલતાં હોઇ શ્રવણભાઈની માતા શારદાબેને અપશબ્દો બોલવાનીના પાડતા શ્રવણભાઈ ઉશ્કેરાઈ ગયા હતા અને લોખંડની એંગલ લઈ આવી શારદાબેનને મારવા લાગ્યા હતા અવિનાશકુમારની ફરિયાદ ને આધારે પ્રાંતિજ પોલીસે શ્રવણભાઈ વિષ્ણુજી વણઝારા, કમળાબેન વિષ્ણુજી વણઝારા અને ગાયત્રીબેન વિષ્ણુજી વણઝારા વિરુદ્ધ ગુનો દાખલ કરાતાં કાર્યવાહી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...