સમસ્યાનો નિકાલ કરવા વાહનચાલકોની માગ:પ્રાંતિજ તાલુકા પંચાયત સામે ચૂંટણીના માહોલમાં રોડ વચ્ચોવચ કરેલ ખાડો નહીં પુરાતા વાહનચાલકો પરેશાન

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં ચૂંટણીના માહોલ વચ્ચે રોડના વચ્ચોવચ ખોદકામને લઈને રોડ ને બંધ કરતા અનેક વાહનચાલકો પરેશાની ભોગવી રહ્યા છે. તો બાજુમા આવેલ રોડ ટ્રાફિક જામ થઈ જાય છે. જેને લઈને વાહન ચાલકો હાલાકી ભોગવી રહ્યાં છે.

સમસ્યાનો ઉકેલ નહીં આવતા પરેશાન
હાલમાં ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે, ઉમેદવારો પ્રચાર કરી રહ્યા છે. તો બીજી તરફ વાહનચાલકો સમસ્યાનો ઉકેલ નહીં આવતા પરેશાન થયા છે અને ખાડો પુરવા માંગ કરી રહ્યા છે. પ્રાંતિજ રેલ્વેસ્ટેશન વિસ્તારમાં આવેલ તાલુકા પંચાયતના ગેટની સામેની સાઇડ આવેલ રોડ વચ્ચોવચ અવાર નવાર પાણીની પાઈપ લીકેજને લઈને અહી વારંવાર ભુવો પડી જાય છે. ભુવો પડતા રોડ વચ્ચોવચ ખોદકામ કરવામાં આવે છે અને જેને લઈને રોડ બંધ કરવામાં આવે છે.

વાહનચાલકો ટ્રાફિક જામ થતા પરેશાન
આ રોડ ઉપર સામ-સામે વાહનો અવરજવર કરતા અવાર નવાર ટ્રાફિક જામ થઇ જાય છે. તો તંત્ર દ્રારા કાયમી ધોરણે લીકેજને શોધીને કાયમી ધોરણે નિકાલ કરી તાત્કાલિક ખોદકામ કરેલ ખાડો પુરવામાં આવે તેવી માંગ પણ વાહનચાલકો કરી રહ્યા છે. ખાડાને કારણે રોડ પર માટીનો ઢગ થયો છે, જેને લઈને એક તરફનો રસ્તો ચાલુ છે ત્યારે એક રોડ પર અવર-જવર થઇ રહી છે. જેને લઈને ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે, જેને લઈને વાહનચાલકો ટ્રાફિક જામ થતા પરેશાન થઈ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...