વિશ્લેષણ:વર્ષ-2017ની ચૂંટણીમાં સા.કાં-અરવલ્લીના 5 મતદાન મથક પર 95%થી વધુ મતદાન થયું

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મોડાસા બેઠકમાં સમાવિષ્ટ કોલવડા-1 મતદાન મથક પર 3.71 ટકા અને કોલવડા-3 મતદાન મથક પર 6.24 ટકા જેટલું નીચું મતદાન નોંધાયું હતું

સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાની 7 વિધાનસભા બેઠકના કુલ 2381 મતદાન મથક પર પૈકી 13 મતદાન મથક પર 90 થી 95 ટકા અને પાંચ મતદાન મથક પર 95 ટકાથી વધુ મતદાન નોંધાયું હતું. જેમાં હિંમતનગર બેઠકના 4 મતદાન મથકોનો સમાવેશ થાય છે ત્યારે મોડાસા બેઠકમાં સમાવિષ્ટ કોલવડા-1 મતદાન મથક પર 3.71 ટકા અને કોલવડા-3 મતદાન મથક પર 6.24 ટકા જેટલું નીચું મતદાન નોંધાયું હતું

વર્ષ 2017 માં સાબરકાંઠા અરવલ્લી જિલ્લાની 7 વિધાનસભા બેઠકો પર મહત્તમ મતદાન કરાવવા તંત્ર દ્વારા પ્રયાસ કરાયા પરંતુ 21 થી વધુ મતદાન મથકો એવા હતા જેમાં 48 થી 50 ટકા મતદાન થયું હતું જ્યારે 47 ટકાથી ઓછું મતદાન થયું હોય તેવા 19 મતદાન મથક હતા. મતલબ 40 મતદાન મથક પર 50 ટકાથી ઓછું મતદાન થયું હતું. હિંમતનગર શહેરના હિંમતનગર-2 મતદાન મથક પર સૌથી ઓછું 46.45 ટકા મતદાન થયું હતું જ્યારે ઈડરના મુડેટી-3 મતદાન મથક પર 41.92 ટકા મતદાન થયું હતું.

સાબરકાંઠાની કુલ ચાર વિધાનસભા બેઠકમાં 6 મતદાન મથક પર 47 ટકાથી ઓછું મતદાન થયું હતું જ્યારે અરવલ્લીમાં 13 મતદાન મથકો પર 47 ટકા થી ઓછું મતદાન થયું હતું જેમાં કોલવડા-1 મતદાન મથકના 431 મતદારો પૈકી 16 મતદારોએ એટલે કે 3. 71 ટકા અને કોલવડા-3 મતદાન મથકના 817 મતદારો પૈકી 51 મતદારોએ એટલે કે 6.24 ટકા મતદારોએ મતદાન કર્યું હતું.

હિંમતનગર બેઠકના 3 મતદાન મથક ઈડર બેઠક પર 01 ખેડબ્રહ્મા બેઠક પર 04 પ્રાંતિજ બેઠક પર 01 ભિલોડામાં 02 તથા મોડાસા અને બાયડમાં એક એક મળી કુલ 13 મતદાન મથકો પર 90 થી 95 ટકા મતદાન નોંધાયું હતું ત્યારે 5 મતદાન મથકો પર 95 ટકાથી વધુ મતદાન થયું હતું જેમાં હિંમતનગર બેઠકના ચાર અને બાયડ બેઠકના એક મતદાન મથકનો સમાવેશ થાય છે. આ તમામ મતદાન મથકો પર આ વખતની ચૂંટણીમાં તંત્ર દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...