વિધાનસભા ચૂંટણી:સાબરકાંઠા જિલ્લામાં 5 વર્ષમાં સવા લાખ મતદારો વધ્યા,  31,081 યુવા મતદારો પ્રથમવાર મતદાન કરશે

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 49.39 ટકા મતદારોએ કોંગ્રેસનું શાસન જ જોયું નથી
  • 100થી વધુ વય ધરાવતા 164 મતદાર

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઈ ગયું છે અને નિયત કાર્યક્રમ મુજબ 10 ઓક્ટોબરે ચૂંટણીપંચે મતદાર યાદી જાહેર કરતા સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક પર થયેલ કુલ 1.23 લાખ મતદારોના વધારાનો ચૂંટણી પરિણામો પર સ્પષ્ટ પ્રભાવ જોવા મળશે તેવું માનવામાં આવી રહ્યું છે જિલ્લામાં કુલ 11.08 લાખ મતદારો પૈકી 49.39 ટકા મતદારોએ કોંગ્રેસનું શાસન જોયું નથી! અને બીજી મહત્વની બાબત જીતનું માર્જિન છે ચારેય બેઠક પર 1712થી 14,813 મતથી ઉમેદવારો જીત મેળવી શક્યા હતા.

તેની સામે દરેક બેઠક પર 22,000 થી માંડી 47,000 સુધી નવા મતદાર વધ્યા છે જે રાજકીય પક્ષો માટે સૌથી મોટી ચેલેન્જ બની રહેનાર છે. 10 ઓક્ટોબરે ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી જાહેર કરાતાં સાબરકાંઠા જિલ્લાની 27-હિંમતનગર બેઠક પર 27180 મતદાર, 28-ઇડર બેઠક પર 27239 મતદાર, 29-ખેડબ્રહ્મા બેઠક પર સૌથી વધુ 47,503 મતદાર અને 33-પ્રાંતિજ બેઠક પર 21,879 મતદારો વધ્યા છે કુલ 1,23,801 નવા મતદારો ઉમેરાયા છે જેમાં 18 વર્ષ પૂર્ણ કરનાર નવા 31,081 મતદારોનો સમાવેશ થાય છે

પાંચ વર્ષ અગાઉ વિધાનસભા ચૂંટણી 2017 ના પરિણામો જોતા હિંમતનગર બેઠક પર 1712 મતથી ભાજપને ખેડબ્રહ્મા બેઠક પર 11,131 મતથી કોંગ્રેસને પ્રાંતિજ બેઠક પર 2551 મતથી ભાજપને અને ઈડર બેઠક પર 14,813 મતની ભાજપને સરસાઈ મળી હતી અગાઉની વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં પણ સરેરાશ આટલી જ સરસાઇ જોવા મળી છે માર્જિનની સરખામણીએ તમામ બેઠક પર ચારથી વીસ ગણા નવા મતદાર વધી ગયા છે નવી મતદાર યાદી જાહેર થતાં 18 વર્ષ પૂર્ણ કરનાર 31,081 નવા મતદારો સહિત કુલ 1,23,801 મતદારોનો વધારો થયો છે

સવા લાખ મતદારો વધતા રાજકીય પક્ષો માટે પણ હાર જીતના સમીકરણ માથાનો દુખાવો બની રહેનાર છે પરિણામ ઉલટાઈ પણ શકે છે અથવા જીતનું માર્જિન બેવડાઈ જાય તો પણ નવાઈ પામવા જેવું નહીં રહે. અઢી દાયકાથી ગુજરાતમાં ભાજપનું એક હથ્થુ શાસન ચાલી રહ્યું છે સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભા બેઠક પર 18 થી 39 વર્ષના મતદારોની સંખ્યા 5,47,657 એટલે કે કુલ મતદારોની સાપેક્ષમાં 49.39 છે

આ યુવા મતદારો એન્ડ્રોઈડ મોબાઈલ ધરાવે છે અને સોશિયલ મીડિયા સાથે સતત સંપર્કમાં રહે છે તેમના માટે આ જ પોલિટિકલ યુનિવર્સિટી છે અને તેમણે ગુજરાતમાં કોંગ્રેસનું શાસન જોયું નથી બીજા શબ્દોમાં અનુભવ નથી જેથી રાજકીય પક્ષોના શાસનની તુલના પણ કરી શકે તેમ નથી આ બાબતનો કેવી રીતે ફાયદો ઉઠાવવો તેની રાજકીય પક્ષો મથામણ કરી રહ્યા છે.

વય જૂથ પ્રમાણે મતદારોની સંખ્યા આ પ્રમાણે

વિધાનસભા18-1920-2930-3940-4950-5960-6970-7980-8990-99100+કુલ
હિંમતનગર77055976868070552184270328,44113656404752531280164
ઇડર78955984268038561404324530,43115551495668137286816
ખેડબ્રહ્મા84557353568489527643670824,60012964454974665282875
પ્રાંતિજ70265667362161502294032825,91612497355646231258879
કુલ31081249818266758214351162984109,388546681710824141641108734
અન્ય સમાચારો પણ છે...