સા.કાં. જિલ્લામાં શુક્રવારે વધુ 12 પોઝિટિવ કેસ નોંધાયા હતા. પરંતુ સામે એકસાથે 30 વ્યક્તિઓને ડિસ્ચાર્જ જાહેર કરવામાં આવતા જિલ્લામાં એક્ટિવ કેસની સંખ્યા 84 થઇ છે. 12 પોઝિટિવ કેસમાંથી હિંમતનગરમાં 6, ઇડરમાં 3, વડાલીમાં 2 અને તલોદના 1 વ્યક્તિનો સમાવેશ થાય છે.
આરોગ્ય સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર 12 સંક્રમિતો પૈકી હિંમતનગરના પુરાલમાં 50 વર્ષીય પુરૂષ, નિકોડામાં 27 વર્ષીય મહિલા, કાનડામાં 13 વર્ષીય બાળક, આદર્શ બંગ્લોઝ મોતીપુરા ખાતે 39 વર્ષીય પુરૂષ, કહાનનગર સોસા.માં 63 વર્ષીય પુરૂષ, મહેતાપુરમાં 29 વર્ષીય પુરૂષ, ઇડરના સાપાવાડામાં 36 વર્ષીય પુરૂષ, કાવામાં 18 વર્ષીય યુવતી, બુઢેલીમાં 75 વર્ષીય વૃધ્ધા, વડાલીના સગરવાસમાં 25 વર્ષીય મહિલા, વડાલી સીએચસીમાં 36 વર્ષીય પુરૂષ અને તલોદના ગુલાબની મુવાડીમાં 18 વર્ષીય યુવકનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો.
એપેડેમીક ઓફિસર ર્ડા. પ્રવીણ ડામોરે વિગત આપતાં જણાવ્યુ કે 12 સંક્રમિતોમાંથી 08 પુરૂષ અને 04 મહિલા છે જેમાંથી કાનડાના 13 વર્ષીય બાળકે વેક્સિન લીધી નથી અને ઇડરના સાપાવાડામાં 36 વર્ષીય પુરૂષે વેક્સિનનો એક ડોઝ લીધો છે. જ્યારે 05 સંક્રમિતોએ વેક્સિનના ત્રણ-ત્રણ ડોઝ અને બીજા 05 જણાએ બબ્બે ડોઝ લીધા છે. હાલમાં તમામ હોમઆઇસોલેશનમાં સારવાર લઇ રહ્યા છે અને સ્ટેબલ છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.