રવિ પાકોનુ વાવેતર શરૂ:સાબરકાંઠા જિલ્લામાં રવિ પાકનું 30 ટકા વાવેતર થયું, 10 ટકા વધવાની શક્યતા

હિંમતનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • સરેરાશ 1.35 લાખ હેક્ટરમાં વાવેતર થાય છે, ઘઉંનું વાવેતર વધશે બટાકાનું ઘટશે

સા.કાં. જિલ્લામાં ચાલુ વર્ષે 16 નવેમ્બર સુધીમાં રવિપાક માટે 30 ટકા વાવેતર થઈ ચૂકયુ છે જ્યારે ગત વર્ષે 26 નવેમ્બર સુધીમાં 24 ટકા વાવેતર થયું હતુ. જિલ્લાના ઉત્તર - પશ્ચિમ વિસ્તારોમાં આ વખતે સિંચાઇના પાણીની ઉપલબ્ધતા હોવાને પગલે દર વર્ષે સરેરાશ 1.35 લાખ હેક્ટરમાં થતા શિયાળુ વાવેતરમાં 10 ટકાથી વધુનો વધારો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. દિવાળી બાદ સિંચાઇની સુવિધા ધરાવતા ખેડૂતોએ બટાકા, ઘઉ, કઠોળ, રાઇ સહિતના રવિ પાકોનુ વાવેતર શરૂ કરી દીધુ હતું.

ગત ચોમાસાની સિઝનમાં મબલખ વરસાદ થયા બાદ જિલ્લાના પાણી સંગ્રહના કુદરતી અને નવનિર્મિત સ્ત્રોતો છલકાઈ ગયા છે અને ભૂગર્ભ જલસ્તરની સ્થિતિ સુધરી છે. સાબરકાંઠા જિલ્લામાં પ્રતિવર્ષ સરેરાશ 1,350,46 હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે અને મોટા ભાગે દિવાળી બાદ વાવેતર શરૂ થઇ જતુ હોય છે. ચાલુ વર્ષે ખેતીવાડી સૂત્રોના જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં 40,691 હેક્ટરમાં એટલે કે 30.04 ટકા વાવેતર થયું છે.

મળતી વિગતો અનુસાર કપાસ સિવાયની મોટાભાગની ખરીફ જણસો ખેતરમાંથી લઇ લેવાઇ છે અને ઘઉં, મકાઇ, રાયડો, બટાકા ચણા, શાકભાજી સહિતના શિયાળુ પાકનું વાવેતર શરૂ થઇ ગયું છે. જિલ્લામાં ઘઉં, રાયડો અને બટાકાનુ શિળાયામાં મુખ્યત્વે વાવેતર થતું હોય છે. હિંમતનગરમાં 36,027 અને ઇડરમાં 26026 હેક્ટરમાં શિયાળુ વાવેતર થાય છે. તેની સામે બંને તાલુકામાં કુલ 16320 હેક્ટરમાં વાવેતર થયુ છે. જિલ્લામાં કુલ 40591 હેક્ટરમાં વાવેતર થયુ છે. તે પૈકી હેક્ટરમાં ઘઉં અને 16018 હેક્ટરમાં બટાકા તથા 12996 હેક્ટરમાં શાકભાજીનું 2856 હેકટરમાં અને ચણાનું 912 હેક્ટરમાં તથા અનુસંધાન પાન નં 2 સાબરકાંઠા જિલ્લાના ઘાસચારાનું 3055 હેક્ટરમાં વાવેતર થયું છે.

જિલ્લાના ઇડર, વડાલી, ખેડબ્રહ્મા, પોશીના તાલુકામાં ઉત્તર - પશ્વિમ વિસ્તારોમાં સિંચાઇના પાણીની સમસ્યા રહેતી હોય છે વાવણી માટે પાણી છોડાય તેની રાહ જોવાતી હોય છે સિંચાઈ વિભાગના ડી.કે પટેલએ જણાવ્યું કે હાથમાંથી જળાશય યોજના માંથી 270 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે જેને પગલે હિંમતનગર પ્રાંતિજ દહેગામ ગાંધીનગર તાલુકા માં 3200 હેક્ટર વિસ્તારમાં મળી રહે છે.

જ્યારે ધરોઈ ડાબા કાંઠા નહેરમાં અઢીસો ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે જેમાંથી હિંમતનગર ઇડર અને વડાલી તાલુકાની ચાર હજાર હેક્ટર જમીનને પિયત મળી રહેનાર છે અને છ પાણી આપવાનું નક્કી કરાયું છે તથા ગોહાઈ જળાશય યોજનામાંથી દોડસો ક્યુસેક પાણી અપાઈ રહ્યું છે જેમાં હિંમતનગર તાલુકાની 3200 હેક્ટર જમીનને સિંચાઈનો લાભ મળનાર છે

ગોહાઈ યોજના માંથી પાંચ પાણી આપવામાં આવનાર છે ખેતીવાડી અધિકારી જે ડી પટેલે જણાવ્યું કે ચાલુ વર્ષે જળસ્તર ઊંચા આવવાને કારણે શિયાળુ વાવેતરમાં વધારો થવાની સંભાવના વ્યક્ત થઇ રહી છે. ગત રવિ સિઝનમાં વાવેતર વગર પડી રહેલ જમીન અને ચાલુ વર્ષે અતિવૃષ્ટિને કારણે જે ખેતરો ખાલી રહ્યા હતા તેમાં રવિ વાવેતર થનાર છે જેને પગલે સરેરાશ કરતા વાવેતર વધવાની સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...