દારૂની હેરાફેરી પર પોલીસની રોક:પ્રાંતિજમાં પોલીસે વિદેશી દારૂ ભરેલી ગાડી ઝડપી પાડી; રૂપિયા 4 લાખનો માલ કબ્જે કરવામાં આવ્યો, આરોપી ફરાર

સાબરકાંઠા (હિંમતનગર)12 દિવસ પહેલા
  • કૉપી લિંક

વિધાનસભાની ચૂંટણીઓમાં પ્રોહીબીશનને લગતા ગુનાને અંકુશમાં લેવા માટે સાબરકાંઠા લોકલક્રાઇમ બ્રાન્ચની ટીમ સતત પેટ્રોલિંગ કરી રહી છે. ત્યારે પ્રાંતિજ તાલુકાના ઘડકણ નજીક સ્વીફટ ગાડીમાંથી વિદેશી દારૂનો જથ્થા સહિત કુલ રૂપિયા 4,67,770નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. જોકે ગાડીનો ચાલક ગાડી મુકી નાસી ગયો હતો.

આ અંગે સાબરકાંઠા એલસીબી સુત્રોમાંથી મળતી માહિતી અનુસાર, એલસીબી ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. ચાવડાના માર્ગદર્શન હેઠળ પોલીસની પેટ્રોલિંગ તેમજ પ્રોહીબીશન વોંચ કરવામાં આવી રહી છે. ત્યારે પ્રાંતિજ તાલુકાના ઘડકણ નજીક પો.કો. રાજેશકુમાર તથા નિરીલકુમારને બાતમી મળી હતી કે, એક સિલ્વર કલરની સ્વીફટ ગાડી મજરા તરફથી તલોદ રોડ તરફ ભારતીય બનાવટનો ઇંગ્લીશ દારૂનો જથ્થો લઇને આવી છે.

જે બાતમીના આધારે ઘડકણ ગામ નજીક રોડ ઉપર નાકાબંધી કરવામાં આવી હતી. જે નાકાબંધી દરમિયાન ગાડીના ચાલકે પોલીસને જોઇ ભાગવાની કોશીશ કરી હતી. પરંતુ ફિલ્મી ઢબે ગાડીનો પીછો કરી સદાના મુવાડા ગામની સીમ નજીક દારૂ ભરેલી સ્વીફટ ગાડી ઝડપી લેવામાં પોલીસને સફળતા મળી હતી. પોલીસે રૂપિયા 67,770નો વિદેશી દારૂનો જથ્થો તથા સ્વીફટ ગાડી મળી કુલ રૂપિયા 4,67,770નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...