ફરિયાદ:પોશીનાના દેલવાડા ગામમાં રસ્તા પર પાણી ઢોળવા મુદ્દે બે પરિવાર બાખડ્યા

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • અપશબ્દો બોલતાં બોલવાની ના કહેતા ગડદાપાટુનો મારમાર્યો
  • બંને પરિવારના 4 લોકો વિરુદ્ધ પોશીના પોલીસમાં ફરિયાદ નોંધાઇ

પોશીનાના દેલવાડામાં શનિવારે બપોરે પાડોશમાં રહેતા બે પરિવારો રસ્તા પર પાણી ઢોળવાના મામલે ઝઘડતાં મારામારી કરતાં પોશીના પોલીસે બંને પરિવારના પતિ-પત્ની સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર દેલવાડામાં રહેતા મૈત્રીબેન ચેતનકુમાર પરમારે ફરિયાદ નોંધાવી હતી કે બપોરે બે એક વાગે લલીતાબેન રમેશભાઈ પરમાર અને રમેશભાઈ મોહનભાઇ પરમાર ઘર આગળ આવીને અમારા ઘર આગળ રોડ પર કચરો કે પાણી નાખીએ તેમાં તમારે શું તેમ કહી અપશબ્દો બોલવા માંડતા મૈત્રીબેને અપશબ્દો બોલવાની ના પાડતા બંને જણા ઉશ્કેરાઇ ગયા હતા અને મૈત્રી બેન તથા ચેતનકુમારને ગડદાપાટુનો માર માર્યો હતો.

આ ફરિયાદની સામે લલીતાબેન રમેશભાઇ પરમારે ફરિયાદ નોંધાવી હતી કે બપોરે બે એક વાગ્યે મૈત્રીબેન અને ચેતનકુમાર ઘર આગળ આવી બેફામ અપશબ્દો બોલી રોડ પર પાણી કેમ કાઢો છો કહેતા અપશબ્દો બોલવાની ના પાડતાં બંને જણાએ ગડદાપાટુનો માર મારતા લલીતાબેનને બચાવવા વચ્ચે પડેલ રમેશભાઇ પરમાર ને પણ બન્ને જણાએ માર માર્યો હતો. પોશીના પોલીસે 4 લોકો વિરુદ્ધ સામ સામી ફરિયાદ નોંધી હતી.

અન્ય સમાચારો પણ છે...