પોશીનાના બેડીની સીમમાં બાઇક ચાલકને જીપે ટક્કર મારતાં માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ થતાં સારવાર અર્થે અમદાવાદ રિફર કરાયા બાદ તબીબે જમણાં હાથે વધુ ઇજાઓ થઇ હોવાથી ઓપરેશન કરી હાથ કાપી સારવાર કર્યા બાદ પોશીના પોલીસ સ્ટેશનમાં ફરાર જીપ ચાલક વિરુદ્વ ફરિયાદ નોંધાઇ હતી.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર તા.24-07-22 નારોજ સાંજના પાંચેક વાગ્યાના સુમારે રેશમીબેન બાબુભાઇ ડુંગાસીયાનો (રહે.બેડી. તા.પોશીના) પુત્ર ખીમાભાઇ બાઇક નં. જી.જે-09-ડી.જે-4984 લઇ ઘેરથી ખીજડા જવા નીકળી ગયા બાદ સાંજે સાડા આઠેક વાગ્યાના સુમારે હીરકીબેન મુંગલાભાઇ ડુંગાસીયાએ આવી વાત કરી હતી
કે ખીમાભાઇને ગામની સીમમાં નવીન બનતી પંચાયતની નજીકમાં એક્સિડન્ટ થયું છે જેથી તરત જ રેશમીબેન, રાજુભાઇ ભોમાભાઇ ડુંગાસીયા તથા કુટુંબીજનો ઘટના સ્થળે પહોંચતા જાણવા મળ્યુ હતુ કે આઠેક વાગ્યાના સુમારે ખીમાભાઇ બાઇક લઇને જઇ રહ્યા હતા સામેથી જીપ નં. જી.જે-8-એફ-4187 ના ચાલક સુબાભાઇ ભેરાભાઇ પરમારે (રહે. મામાપીપલા તા.પોશીના) સામેથી ટક્કર મારતા ખીમાભાઇ રોડ પર પટકાયા હતા અને માથામાં અને શરીરે ગંભીર ઇજાઓ પહોંચી છે.
આ દરમિયાન જીપ ચાલક જીપ મૂકી ફરાર થઇ ગયો હતો અને કોઇકે 108 ને જાણ કરતાં એમ્બ્યુલન્સ આવી પહોંચતા ખીમાભાઇને પોશીના સરકારી દવાખાને સારવાર અર્થે લઇ જતાં સારવાર કરી તબીબે વધુ સારવાર અર્થે હિંમતનગર અને ત્યાંથી અમદાવાદ રીફર કરવામાં આવ્યા બાદ જમણા હાથે વધુ ઇજાઓ થઇ હોવાથી કોણથી ઉપર અને ખભાથી નીચેના ભાગેથી ઓપરેશન કરી હાથ કાપી નાખવામાં આવ્યા બાદ રેશમીબેને પોશીના પોલીસ સ્ટેશનમાં જીપ ચાલક વિરુદ્વ ફરિયાદ નોંધાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.