ચકચાર:પ્રાંતિજના નનાનપુરમાં ફરિયાદ કેમ કરી કહી હુમલો કરતાં ફાયરિંગ

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • લેન્ડગ્રેબિંગની ફરિયાદ મામલે ખેતરમાં સમરાંગણ
  • હિંમતનગરના શખ્સને માથામાં લોખંડની પાઇપ ફટકારી, સોનાના દોરાની લૂંટ કરતાં ચકચાર
  • તમારે લીધે અમારે જેલમાં રહેવું પડ્યું હતું કહી મારી નાખવાના ઇરાદે હુમલો કરાયો
  • મહિલા સહિત 8 ના નામજોગ, કુલ 18 વિરુદ્ધ ફરિયાદ

પ્રાંતિજ તાલુકાના નનાનપુર ગામની સીમમાં આવેલ ખેતર ગત રવિવારે બપોરે સમરાંગણમાં ફેરવાઈ ગયું હતું અને ખેતર ખેડવા ગયેલ શખ્સને અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કેમ ફરિયાદ કરી છે તમારા લીધે અમારે જેલમાં રહેવું પડ્યું હતું. તેમ કહી મારી નાખવાના ઇરાદે માથામાં લોખંડની પાઇપ મારી પથ્થરો મારી ઇજાઓ કર્યા બાદ અઢી તોલાનો સોનાનો દોરાની લૂંટ કરતાં ફાયરિંગ કરી ગંભીર રીતે ઇજાગ્રત શખ્સે જીવ બચાવ્યા બાદ પ્રાંતિજ પોલીસ સ્ટેશનમાં સારવારને અંતે 8 સામે નામજોગ સહિત કુલ 18 જણાં વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગત તા. 04-09-22 ના રોજ બપોરે ત્રણેક વાગ્યાના સુમારે હિંમતનગરમાં રહેતા રણજીતસિંહ નહારસિંહ સોલંકી અને અન્ય શખ્સો નનાનપુરની સીમમાં આવેલ માલિકીના સર્વે નંબર 542 વાળા ખેતરમાં જમીન ખેડતા હતા તે વખતે નટવરભાઈ શાખાભાઈ પટેલ, ભાવેશભાઈ નટવરભાઈ પટેલ, અંકિતાબેન નટવરભાઈ પટેલ, હરેન્દ્રભાઇ નટવરભાઈ પટેલ, રોશનીબેન હરેન્દ્રભાઈ પટેલ, ઇલાબેન નટવરભાઈ પટેલ વગેરે છ શખ્સો ભેગા થઈ ધારિયું લોખંડની પાઇપ ધોકા લાકડી લઈ આવી ગયા હતા અને રણજીતસિંહ સોલંકીને કહ્યું કે તમે અમારા ઉપર લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ ફરિયાદ કેમ કરી છે.

તમારા લીધે તમારે જેલમાં રહેવું પડ્યું હતું તેમ કહી રણજીતસિંહ ને મારી નાખવાના ઇરાદે નટવરભાઈ સાકાભાઈ પટેલે માથામાં ઝાડીઓ મારી દીધી હતીઅને ભાવેશભાઈ નટવરભાઈ પટેલે માથામાં લોખંડની પાઇપ ફટકારી હતી. અન્ય શખ્સોએ પથ્થરો મારી બધાએ ભેગા મળી જીવલેણ હુમલો કર્યો હતો. આ દરમ્યાન નટવરભાઈના કુટુંબી સુમતિભાઈ પટેલ તેમનો દીકરો વિપુલ સુમતિભાઈ પટેલ અને બીજા દસેક માણસોનું ટોળું હથિયારો લઇ દોડી આવ્યું હતું અને દેકારો કરી રીતસરનો હુમલો કરી દીધો હતો.

રણજીતસિંહના જણાવ્યા અનુસાર નટવરભાઈ શાખાભાઈ પટેલે અઢી તોલાના સોનાના દોરાની લૂંટ કરતાં તેમણે પોતાની પાસેની લાયસન્સ વાળી રિવોલ્વરથી હવામાં ફાયરિંગ કરતાં જીવ બચ્યો હતો. રણજીતસિંહ સોલંકીને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. પ્રાંતિજ પોલીસે 8 વિરુદ્ધ આઈપીસી 307,395 રાયોટ સહિતનો ગુનો નોંધ્યો હતો. આ જ કિસ્સામાં 24 કલાક અગાઉ રણજીતસિંહ સોલંકી સહિત ત્રણ જણા વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.

આમની વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ
નટવરભાઈ શાખાભાઈ પટેલ, ભાવેશભાઈ નટવરભાઈ પટેલ, અંકિતાબેન નટવરભાઈ પટેલ, હરેન્દ્રભાઇ નટવરભાઈ પટેલ, રોશનીબેન હરેન્દ્રભાઈ પટેલ, ઇલાબેન નટવરભાઈ પટેલ,સુમતિભાઈ પટેલ અને તેમનો દીકરો વિપુલ પટેલ અને 10 માણસોનું ટોળું

અન્ય સમાચારો પણ છે...