વડાલીના નાદરીમાં કમળામાં 2 બાળકો સહિત 8 જણાં સપડાયા હતા. જેમાં 4 શંકાસ્પદનો રિપોર્ટ આવ્યો નથી એક સાથે 8 જેટલા કેસ હોવાનું જાણવા મળતાં આરોગ્ય તંત્ર દોડતું થયું હતું અને સર્વેલન્સ ટીમો ઉતારી આરોગ્ય કામગીરી હાથ ધરી હતી.
પીવાના પાણીના સેમ્પલ લેવા સહિત રસના શરબતની બોટલના પણ સેમ્પલ લીધા હતા. ઉલ્લેખનીય છે કે પાણીના ક્લોરિનેશન મામલે પણ શંકા સેવાઇ રહી છે નાદરીમાં 3.5 વર્ષના બાળકથી માંડી 26 વર્ષીય યુવતી સહિત 8 થી વધુ લોકોને કમળો થયાનું સોમવારે સાંજે બહાર આવતાં ફફડાટ વ્યાપ્યો હતો અને આરોગ્ય તંત્ર દોડતું થયું હતું કમળાની અસરવાળા 4 લોકોને ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.
જ્યારે અન્ય લોકોમાં શંકાસ્પદ લક્ષણો જોવા મળ્યા હતા જેમનો રિપોર્ટ આવ્યો નથી ગામમાં લાંબા સમયથી ગંદુ પાણી ઉભરાઈ રહ્યું હોવાનું પણ જોવા મળ્યું હતું કમળો એ દૂષિત પાણીને કારણે થતો વાઇરસ જન્ય રોગ છે અને મોટાભાગે ઉનાળામાં તેની મહત્તમ અસર જોવા મળે છે ગામમાં પારાવાર ગંદકી પણ જોવા મળી હતી.
વડાલી તાલુકા આરોગ્ય અધિકારી ડો.રાજેશ પટેલે જણાવ્યું કે હજુ કોઈ નક્કર કારણ મળ્યું નથી બરફના ગોળા, જમણવારમાં દૂષિત ખોરાક-પાણી, પંચાયત દ્વારા અપાતું પીવાનું પાણી કોઈપણ કારણ હોઇ શકે છે તાજેતરમાં ગામમાં રસના શરબતની બોટલોનું મોટા પ્રમાણમાં વેચાણ થયું હતું તેનું અને પીવાના પાણીના સેમ્પલ લેવાયા છે.
આરોગ્ય વિભાગની સર્વેલન્સ ટીમો કામે લગાડાઇ છે ચાર જણાંને આરામ પણ થઇ ગયો છે અને ચાર વ્યક્તિઓને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. નોંધનીય છે કે નાદરી ગામમાં પીવાના પાણીનું નિયમિત ક્લોરીનેશન થાય છે કે નહીં તે બાબત પણ ચર્ચાનું કેન્દ્ર બની રહી છે અને તાજેતરમાં યોજાયેલ લગ્નના જમણવારમાં પીરસવામાં આવેલ કેરીના રસને ઠંડો રાખવા તેમાં નાંખવામાં આવતા અખાદ્ય બરફને પણ જવાબદાર મનાઈ રહ્યો છે.
એક્ટિવ કેસની વિગત
1.કાજલબેન યશપાલ ભાઈ પટેલ (26)
2. ખ્યાતી વિનોદભાઈ પટેલ (14)
3. નેહલબેન સુરેશભાઈ પટેલ (14)
4. જનકકુમાર જશવંતભાઈ પટેલ (22)
5. વંશ ચેતન ભાઈ રાવળ (10)
6. આરાધ્યા પંકજકુમાર પટેલ (3.5)
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.