હુમલો:ઈડરના કુકડીયા ગામમાં સળિયા ખસેડવાનું કહેતાં મકાન માલિક ઉપર ધારિયાથી હુમલો

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચાર મહિલાઓ સહિત આઠ શખ્સો વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ કરાઈ

ઇડર તાલુકાના કુકડીયા ગામમાં બુધવારે સવારે ઘરના કમ્પાઉન્ડમાં મુકેલા લોખંડના સળિયા ખસેડી લેવા જણાવતા થયેલ બોલાચાલી બાદ લાકડી ધારિયું દાતરડું પાવડાથી હુમલો કરી માથામાં ઇજાઓ કરતા ચાર મહિલા સહિત આઠ શખ્સો વિરુદ્ધ ઈડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ઇડરના કુકડીયા ગામમાં રહેતા વિક્રમસિંહ હમીરસિંહ કુપાવતે ગામના અન્ય વ્યક્તિનું નવું મકાન બનતું હોય મકાન બનાવવાનો સિમેન્ટ રેતી પથ્થર લોખંડ વગેરે બાંધકામનો સર સામાન તેમના કમ્પાઉન્ડમાં મૂકવા દીધો હતો તારીખ 9/11/22 ના રોજ સવારે 9:00 કલાકે મજુર દિનેશભાઈ વીરાભાઇ રાવળ આવતા લોખંડના સળિયા નડતરરૂપ હોય બાજુમાં મુકવા જણાવતા દિનેશભાઈએ આ કામ મારું નથી તેમ જણાવી સળિયા ઉપાડવાની ના પાડતા વિક્રમસિંહે તમે મજૂર છો તમારે કામ કરવું જોઈએ કહેતા દિનેશભાઈ રાવળ ઉશ્કેરાઈ જઈને અપશબ્દો બોલવા લાગેલ જેથી તેને કમ્પાઉન્ડમાં પ્રવેશ ન કરવા જણાવતા દિનેશ રાવળ તમને જોઈ લઈશ કહીને ધમકી આપી જતો રહ્યો હતો

ત્યારબાદ દસેક વાગ્યાના સુમારે વિક્રમસિંહ કુંપાવત ટ્રેક્ટર લઈને ઘાસચારો લેવા કુવા ઉપર ગયા હતા અને તેમની પત્ની સાથે ઘેર પરત આવવા નીકળવા દરમિયાન રામદેવપીર મંદિર આગળ અન્ય વાહનો ઉભા રહી ટ્રેકટર ઉભું રાખતા દિનેશભાઈ વીરાભાઇ રાવળ સહિત ટીનીબેન દિનેશભાઈ રાવળ, ડાહીબેન બળદેવભાઈ રાવળ અને ગીતાબેન વીરાભાઇ રાવળ બધા ભેગા થઈને ધારીયું લાકડી દાતરડું પાવડા લઈને દોડી આવ્યા હતા અને દિનેશ રાવળે વિક્રમસિંહ કુપાવતને કમરના ભાગે પાવડો મારી દીધો હતો અને અન્ય શખ્સોએ તેમની પાસેના હથિયારોથી અલગ અલગ જગ્યાએ માર માર્યો હતો વિક્રમસિંહ ની ફરિયાદ ને આધારે ઇડર પોલીસે આઠ વિરોધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

આમની સામે ગુનો
1.દિનેશભાઈ વીરાભાઇ રાવળ
2.બળદેવભાઈ વીરાભાઇ રાવળ
3.મુકેશભાઈ વીરાભાઇ રાવળ
4.વીરાભાઇ છગનભાઈ રાવળ
5.રામીબેન શીવાભાઈ રાવળ
6.ટીનીબેન દિનેશભાઈ રાવળ
7.ડાહીબેન બળદેવભાઈ રાવળ
8.ગીતાબેન વીરાભાઇ રાવળ
(તમામ રહે.રાવળવાસ કુકડીયા)

અન્ય સમાચારો પણ છે...