મારામારી:ખેડબ્રહ્માના રાધીવાડમાં લાઇટ બિલના પૈસા મામલે ભાઈ, ભાભી અને ભત્રીજીને માર માર્યો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • લાકડીઓ મારી 3ને ઇજા કરતાં પોલીસ ફરિયાદ નોંધાવાઈ

ભાસ્કર ન્યૂઝ | ખેડબ્રહ્માના રાધીવાડમાં નાનાભાઇએ લાઇટબીલના ભરેલા પૈસાની માંગણી કરતા, તમારી પાસે અમે પૈસા માંગીએ છીએ એમાંથી કાપી લેજો કહેતા મોટાભાઇ, ભાભી અને ભત્રીજીને લાકડીઓથી માર મારતા સારવાર અર્થે ખસેડયા બાદ ભત્રીજાએ કાકા વિરૂદ્વ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહીતી અનુસાર તા.06/06/22 ના રોજ સાંજે ચારેક વાગ્યાના સુમારે ભુરાભાઇ મેવાભાઇ રબારીના પિતા મેવાભાઇ રબારી, બેન રેખાબેન તથા માતા સોનાબેન રબારી (ત્રણેય રહે. રાધીવાડ તા. ખેડબ્રહ્મા) ઘેર હતા તે દરમિયાન તેમના કાકા લાલાભાઇ બીજોલભાઇ રબારીની દિકરી કુંકુબેન આવી હતી અને કહ્યુ હતુ કે અમે તમારા ઘરનું લાઇટબીલ ભર્યું છે તો તમે લાઇટબીલના પૈસા આપો મારા પિતાજીએ મંગાવ્યા છે જેથી રેખાબેને કહ્યુ હતુ કે હાલમાં અમારી પાસે નથી પરંતુ અમે તમારી પાસે પૈસા માગીએ છીએ તેમાંથી કાપી લેજો. ત્યારબાદ કંકુબેને ઘેર જઇ પિતાજી લાલાભાઇને વાત કરતા એકદમ ઉશ્કેરાઇ જઇ ઘેર આવી અપશબ્દો બોલ્યા હતા અને તમે અમારી પાસે કોઇ પૈસા માંગતા નથી લાઇટબીલના ભરેલા પૈસા હાલ આપી દો કેમ નથી આપતા જેથી મેવાભાઇએ તકરાર કરવાની ના પાડતા લાલાભાઇએ રેખાબેનને લાકડી મારતા મેવાભાઇ વચ્ચે પડતા તેમને પણ હાથ પગે તથા બરડાના ભાગે લાકડીઓ મારી હતી તેમજ સોનાબેન છોડાવવા વચ્ચે પડતા તેમને પણ ડાબા હાથ પર લાકડી મારી હતી. બુમાબુમ થતા વીરાભાઇ તથા જામાભાઇ એ વચ્ચે પડી વધુ મારમાંથી છોડાવ્યા હતા અને ત્રણેય જણાને ઇજાઓ થતા સારવાર 108 દ્વારા સારવાર અર્થે ખસેડયા બાદ ભુરાભાઇએ કાકા લાલાભાઇ વિરૂદ્વ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...