દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ:ખેડબ્રહ્મામાં દિવ્યાંગજનોને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરાયા, અચુક મતદાન કરવા માટે શપથ લીધા

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં તાલુકા સેવા સદન ખાતે મામલતદાર કચેરીના સભાખંડમાં વિધાનસભા સામાન્ય ચૂંટણીને લઈને દિવ્યાંગજનોને મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવા માટેનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં દિવ્યાંગજનો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કરાયો હતો. દિવ્યાંગોએ અચુક મતદાન કરવા માટે શપથ લીધા હતાં.

મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અનુરોધ
ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 અંતર્ગત દિવ્યાંગજનો આ લોકશાહીના અવસરમાં ઉત્સાહ અને ઉમંગથી સહભાગી બને તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં આસી.નોડલ PWD અને જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સાબરકાંઠા દ્વારા જિલ્લાના તમામ દિવ્યાંગજનો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરે તે માટે અનુરોધ કરવામાં આવ્યો હતો.

અચુક મતદાન કરવા માટે શપથ લીધા
PWD નોડલ ઓફિસર અને નાયબ નિયામક સાબરકાંઠા દ્વારા દિવ્યાંગજનોને મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સુવિધાઓ જેવી કે વ્હિલચેરની સુવિધા, મુકબધિર અને અંધ દિવ્યાંગજનો માટે વિશેષ તજજ્ઞની સુવિધા, મતદાનના દિવસે મતદાન મથકે લઈ જવા આવવાની સુવિધા વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં વિજયનગર મામલતદાર તેમજ 60 જેટલા દિવ્યાંગો સહભાગી થયા હતા જેમણે અચુક મતદાન કરવા માટે શપથ લીધા હતા.

અન્ય સમાચારો પણ છે...