કાર્યવાહી:ઈડરના કડીયાદરામાં મારી સાથે લગ્ન નહીં કરે તો યુવતીને મારી નાખવાની ધમકી આપી

હિંમતનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • યુવતીના પિતા ઠપકો આપવા જતાં લોખંડની પાઇપો- લાકડીઓ ફટકારી, 8 સામે ગુનો

ઈડરના કડીયાદરામાં પરિવાર ખેતરમાં ગયો અને દીકરી એકલી ઘેર હતી. તે દરમિયાન મારી સાથે લગ્ન કર નહીં તો જાનથી મારી નાખીશની ધમકી આપી જનાર શખ્સને પિતા ઠપકો કરવા જતાં લોખંડની પાઇપો અને લાકડીઓથી હુમલો કરી માથામાં અને શરીરે ઇજાઓ કરાઇ હતી. ઇડર પોલીસે ભોગ બનનારની ફરિયાદને આધારે આઠ શખ્સો વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.

કડીયાદરામાં ગત તા. 06-09-22 ના રોજ સવારે નવેક વાગ્યાના સુમારે નારાયણભાઈ ગોરધનભાઈ વસાવાનો પરિવાર ખેતરમાં ગયો હતો તે દરમિયાન ગામમાં રહેતો નિલેશ રમેશભાઈ વસાવા નામનો શખ્સ ઘેર આવી તેમની દીકરીને તું મારી સાથે લગ્ન કરવાની હા પાડ નહીંતર તને જાનથી મારી નાખીશની ધમકી આપી અપશબ્દો બોલી વસાવા ફળિયામાં જતો રહ્યો હતો.

બપોરે નારાયણભાઈ ખેતરમાંથી ઘેર આવતા દીકરીએ રડતા રડતા વાત કરવા દરમિયાન નિલેશ વસાવા ઘર આગળથી પસાર થઈ રહ્યો હોવાથી તેને તું મારી દીકરી સાથે લગ્ન કરવા કેમ દબાણ કરે છે તેવો ઠપકો આપતાં ગુસ્સે થઈને જતો રહ્યો હતો.

અને બપોરે અઢી એક વાગ્યાના સુમારે નરેશભાઈ કાંતિભાઈ વસાવા ભરતભાઈ કાંતિભાઈ વસાવા મહેશભાઈ કાંતિભાઈ વસાવા સુરેશભાઈ કાંતિભાઈ વસાવા નિલેશભાઈ રમેશભાઈ વસાવા કાંતિભાઈ જીવાભાઈ વસાવા ટીનીબેન રમેશભાઈ વસાવા અને રમીલાબેન સુરેશભાઈ વસાવા બધા એક સાથે ટોળું થઈ નારાયણભાઈના ઘરમાં ઘૂસી આવ્યા હતા.

અને નિલેશ વસાવાએ લોખંડની પાઇપ મારી હતી. નારાયણભાઈને બચાવવા તેમનો દીકરો પરસોત્તમ વચ્ચે પડતા તેને પણ નિલેશે પાઇપ મારી હતી. દરમિયાન બાકીના લોકો લાકડીઓ અને માર મારવા લાગ્યા હતા. જેમાં વિજયભાઈ ગણપતભાઈ વસાવા રાહુલભાઈ ગોવિંદભાઈ વસાવાને ઇજાઓ થઈ હતી. નારાયણભાઈએ એ 8 સામે ફરિયાદ નોંધાવી હતી.

અન્ય સમાચારો પણ છે...