એસીબીના છટકામાં બે ફસાયાં:જવાનપુરા ગ્રામ પંચાયતમાં રૂ. 12 હજારની લાંચ લેતાં મહિલા સરપંચ અને ઓપરેટર ઝડપાયા, ACBએ અટકાયત કરી

સાબરકાંઠા (હિંમતનગર)3 મહિનો પહેલા
  • બાંધકામ માટે રજાચિઠ્ઠી માટે લાંચ માગતા ફરિયાદીએ આખરે ACB ઓફિસનો સંપર્ક કર્યો​​​​​​​

સાબરકાંઠા જિલ્લાના ઇડર તાલુકાની જવાનપુરા ગ્રામ પંચાયતના મહિલા સરપંચ અને કોમ્પ્યુટર ઓપરેટર બાંધકામની રજાચિઠ્ઠી માટે રૂ. 12 હજારની માંગણી કરતા આજે ગુરૂવારે એસીબીના હાથે ઝડપાયા હતા.

એસીબીએ છટકું ગોઠવીને ઝડપ્યા
જવાનપુરા ગ્રામ પંચાયતમાં બાંધકામ માટે રજાચિઠ્ઠી લેવાની હતી. તેને લઈને મહિલા અને તેમના કોમ્પ્યુટર ઓપરેટરે રૂ. 12 હજારની માગણી કરી હતી. પંચાયતના સરપંચના કેબિનમાં મહિલા સરપંચ ઉર્મિલાબેન પરમાર અને કોમ્પ્યુટર ઓપરેટર રાકેશ પટેલ બંને હતા. ત્યારે ફરિયાદીએ રજાચિઠ્ઠી માટે માગેલા રૂ. 12 હજાર આપ્યા હતા. જેથી તેમને એસીબીએ રંગેહાથ લાંચ લેતા ઝડપી લીધા હતા. ત્યારબાદ ACBના બીજા વિભાગે બંનેના ઘરે અન્ય સ્થળે તપાસ હાથ ધરી હતી. તો ACBએ ઝડપેલા બંને જણાને હિંમતનગર ઓફિસમાં લાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. બાંધકામ માટે રજાચિઠ્ઠી માટે લાંચ માગતા ફરિયાદીએ આખરે ACB ઓફિસનો સંપર્ક કર્યો હતો. ત્યારબાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું અને ગુરૂવારે પંચાયતના કેબિનમાં બંનેને લાંચ લેતા રંગેહાથ ઝડપી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...