ખળભળાટ:ઇલોલમાં સરકારી જમીન પર કોમ્પ્લેક્સ બાંધતાં કોર્ટ કમિશનરે સ્થળ પંચનામું કર્યું

હિંમતનગર17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • તલાટી અને સરપંચે આંખ આડા કાન કરતાં અરજદારોઅે કોર્ટમાં રાવ કરી હતી

હિંમતનગરના ઇલોલમાં સ્ટેટ હાઇવે પર કોઈપણ માલિકી હક વગર ગેરકાયદે કોમ્પ્લેક્સ તાણી બાંધી દબાણ કરવા છતાં તંત્રના અધિકારીઓએ આંખ મીચામણાં કરતાં અરજદારે કોર્ટનો આશરો લેતાં કોર્ટે સ્થળ પંચનામું કરાવવા કોર્ટ કમિશનરની નિમણૂંક કર્યા બાદ શુક્રવારે કોર્ટ કમિશનરે પંચનામું કરતાં ખળભળાટ મચી ગયો હતો.

ઇલોલમાં તળાવ વિભાગ તરીકે ઓળખાતા પાણીની ટાંકી પાસે હિંમતનગર થી દેશોતર સ્ટેટ હાઇવે પર મસમોટું કોમ્પ્લેક્સ બાંધતા ઈલોલના જવાહરજી સુરતાજી વણઝારા, હિંમતસિંહ પરબતસિંહ રાઠોડ, જયદેવસિંહ દિલુસિંહ ઝાલા વગેરે 6 નાગરિકોએ કોર્ટમાં દાદ ગુજારી હતી કે મહંમદ હનીફ ઇબ્રાહીમભાઇ મતિયા, સમીરભાઈ મોહમ્મદભાઈ પોગરવા, હસીનાબેન યાકુબભાઈ વિજપુરા,કુલસુમબેન સાદીકભાઈ ડોઈ, સરોજબેન નટવરભાઈ મોદી,અશરફભાઈ યુસુફભાઈ દાંત્રોલીયા, ઇકરામહુસેન સાબીરભાઈ હોલ્ડા, અબ્દુલરજાક અલી ભાઈ ખણુંશિયા અને અફસલભાઈ અબુબકરભાઇ ખણુશિયાએ કાયદો હાથમાં લઈને સરકારી જમીન હડપ કરી કોઈપણ માલિકી હક કે રેકોર્ડ ઓફ રાઈટસનો અધિકાર ન હોવા છતાં રોડ પૈકીની જમીનમાં બાંધકામ ચાલુ કર્યું હતું.

જેથી અરજદારોએ તા.07-10-22 ના રોજ ઇલોલ પંચાયતમાં ગેરકાયદે બાંધકામ અટકાવ્યું ન હોવા અંગે જવાબ માંગ્યો હતો તલાટીએ જૂના ઠરાવો અને ઠરાવોમાં કરેલ ફેરફાર ની નકલો આપી આરએન્ડબી ના કાર્યપાલક ઇજનેરે દસ વર્ષ અગાઉ રેખા નિયંત્રણ કાયદાનો અમલ કરવા સૂચના આપેલ હોવા છતાં તેને નજર અંદાજ કરી કલેક્ટર અને કાર્યપાલક ઇજનેરની પૂર્વ પરવાનગી સિવાય બાંધકામની રજા ચિઠ્ઠી ઠરાવ કરવાની કોઈ સત્તા ન હોવા છતાં ઇલોલ પંચાયત દ્વારા બાંધકામ ની રજા ચિઠ્ઠી આપવામાં આવી હતી જેને પગલે ગેરકાયદેસર બાંધકામ દૂર કરવા અને પંચાયતના દોષિતો વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરવા દાદ ગુજારવામાં આવતા પ્રિન્સિપાલ સિવિલ જજ હિંમતનગરે સ્થળ પંચનામુ કરવા એડવોકેટ જે વાય પટેલની કોર્ટ કમિશનર તરીકે નિમણૂંક કરી હતી અને તા.11-11-22 ના રોજ સવારે 8:00 કલાકે કોર્ટ કમિશનરે સ્થળ પંચનામું કર્યુ હતું.

અન્ય સમાચારો પણ છે...