પાંચ વિરુદ્ધ ગુનો:ઇડરના ઇસરવાડા ગામમાં ગાયો કાઢવાનું કહેવા જતાં માર માર્યો

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નવીન બની રહેલ મકાનની છાજલીના ટેકાને ગાયો ભેટા મારતી હતી
  • જાદર પોલીસ મથકમાં પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધાયો

ઇડર તાલુકાના ઇસરવાડામાં બે દિવસ અગાઉ મોડી રાત્રે નવીન બની રહેલ મકાનની છાજલીના સેન્ટીંગના ટેકાને ગાયો ભેટા મારી રહી હોવાથી ગાયો હાંકવાનો પ્રયાસ કરતા સામે મારવા આવતી હોઇ ગાયોના માલિકોને કહેવા જતા ઉશ્કેરાઈ જઈ હાથમાં લાકડીઓને ધાર્યું લઇ આવી ગંભીર ઇજાઓ પહોંચાડતા જાદર પોલીસે પાંચ શખ્સો વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

ઇસરવાડા ગામના મહેન્દ્રભાઈ ગોવાભાઇ ભાભીનું નવીન મકાન બની રહ્યું છે તા.8/07/22 ના રોજ રાત્રે 11:30 વાગે નવીન બનતા ઘરની છાજલીઓના સેન્ટીંગના ટેકાને ગાયો ભેટા મારતી હોય મહેન્દ્રભાઈ ગાયો હાકવા ગયા હતા પરંતુ ગાયો સામે મારવા આવતી હોય ગાયોના માલિક જીવણભાઈ ખોડાભાઈ ભરવાડ અને મનુભાઈ ખોડાભાઈ ભરવાડ ના ઘેર જઈ ગાયો લઈ જવાનું કહેતા બંને જણા ઉશ્કેરાઈ ગયા હતા હાથમાં લાકડી અને લોખંડની પાઇપ લઈ અપશબ્દો બોલી મારવા દોડી આવ્યા હતા.

તેમની સાથે ઈંદાભાઈ દેવાભાઈ ભરવાડ પણ ધારીયું લઈને આવી ગયેલ અને અમારી ગાયો બધે ફરવાની તું શું કરી લેવાનો કહી ધમકાવવાનું ચાલુ કરતાં જશુભાઈ ખાનાભાઈ વણકર અને જયેશભાઈ રેવાભાઇ વણકર પણ આવી ગયા હતા અને તું રોજ આવા નાટક કરે છે કહી ઉશ્કેરણી કરી હતી.

આ દરમિયાન જીવણભાઈએ લાકડીથી કમરના ભાગે મારવા દરમિયાન મનુભાઈએ માથામાં પાઇપ ફટકારી દીધો હતો અને ઈંદાભાઈએ કાનની ઉપરના ભાગે ધારીયું મારી દીધું હતું જયેશભાઈ અને જસુભાઈએ પણ અપશબ્દો બોલી લાકડીઓ મારી હતી જાદર પોલીસે મહેન્દ્રભાઈની ફરિયાદને આધારે તમામ પાંચ જણા વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...