હિંમતનગરના સુંદરગઢની યુવતીના પતિનું ત્રણેક વર્ષ અગાઉ અવસાન થયા બાદ કુંપ ગામના સાસરિયાઓએ બાવડું પકડી ઘરની બહાર કાઢી મૂકી અહીં રહેવું હોય તો તારા બાપના ઘેરથી રૂ.1 લાખ લઈ આવ કહી કાઢી મૂકતાં મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
સુંદરગઢના ધરતીબેન કરશનભાઈ રત્નાભાઇ મકવાણાનું તા. 18-05-14 ના રોજ કુંપના સુનિલભાઈ રણછોડભાઈ પરમાર સાથે લગ્ન થયા હતા.તા.21-10-19 ના રોજ અકસ્માતમાં તેમના પતિ નું અવસાન થયું હતું લગ્નજીવન દરમિયાન એમને દીકરીનો જન્મ થયો હતો જે સાત વર્ષની છે તેમના જણાવ્યા અનુસાર પતિના અવસાન બાદ સાસરિયાઓએ નાની-નાની બાબતમાં બોલાચાલી કરી ઝઘડો કરી ત્રાસ ગુજારવાનું શરૂ કર્યું હતું તા. 31-08-20 ના તેમના સાસુ સસરા અને જેઠ જેઠાણીએ તું તારી દીકરીને લઈને અહીંથી નીકળી જા. આ ઘર થી તારે કોઈ લેવાદેવા નથી તું તારા બાપના ઘેર જતી રહે નહીં તો જાનથી મારી નાખીશું કહી ધમકીઓ આપી તેમના જેઠે બાવળું પકડી ઘરની બહાર કાઢી મૂકેલ.
જેઠ તથા સાસુ સસરાએ કહ્યું કે અહીં રહેવું હોય તો તારા પતિ મૃત્યુ પામેલ છે તો તારૂ પૂરું કરવા માટે તારા બાપના ઘેરથી રૂપિયા એક લાખ લઈ આવ ધરતીબેનની ફરિયાદ ને આધારે પોલીસે સસરા રણછોડભાઈ મોતીભાઈ પરમાર સાસુ જશોદાબેન જેઠ જયેશભાઈ અને જેઠાણી કૈલાશબેન વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.