સ્વરોજગારી:હિંમતનગરના ખેડચાંદરણી ગામમાં મહિલાઓ ફૂલદાની હીંચકા સહિતની વસ્તુઓ બનાવી આત્મનિર્ભર બની

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આત્મનિર્ભર મહિલાઓ મહિને 8 -10 હજારની આવક કરે છે

હિંમતનગરના ખેડ ચાંદરણીના પ્રજાપતિ શારદાબેન હીંચકા બનાવીને આત્મનિર્ભર બન્યા છે. બ્રહ્માણી સખી મંડળમાં 10 બહેનોનું ગ્રુપ હીંચકા બનાવવાની કામગીરી કરીને સ્વરોજગારી મેળવી આત્મનિર્ભરતા તરફ પોતાના ડગ માંડી રહ્યું છે.

સખી મંડળના શારદાબેન જણાવે છે કે, છેલ્લા બે વર્ષથી તેઓ આ પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. તેઓ આ પ્રવૃતિ થકી મહિને 8 થી 10 હજાર જેટલી માસિક આવક મેળવે છે. આ સખી મંડળમાં બહેનો દ્વારા હિંચકાઓ, ફૂલદાની, હેગિંગ ગાર્ડન, બેસવા માટે માંચી જેવી અવનવી વસ્તુઓ બનાવાય છે. અલગ અલગ સાઈઝના અને વિવિધ આકારોના હિંચકાઓ તેઓ બનાવી લે છે. આ હિંચકાઓની કિંમત આકાર અને ડિઝાઇન પ્રમાણે હોય છે. તે રૂ.1500 થી લઈને સાતથી આઠ હજાર સુધીના હિંચકા બનાવે છે. ફૂલદાની, હેગિંગ ગાર્ડન, માંચી જેવી વસ્તુઓની કિંમત પણ સારી મળી રહે છે.

તેમની પાસે લોકો જન્મદિવસ માટે, શુભ પ્રસંગે ગિફ્ટ કરવા , પોતાના ઘર માટે વિવિધ જાતના હિંચકાઓનો ઓર્ડર આપે છે અને ઓર્ડર પ્રમાણે સિલેક્ટેડ હીંચકા જ તેઓ બનાવી આપે છે. જેથી તેમને તરત તેના પૈસા મળી રહે અને બનાવેલી વસ્તુઓ નકામી પડી રહેતી નથી. સરકાર દ્વાર આયોજીત સખી મંડળના મેળાઓમાં પણ તેઓ પોતાનો સ્ટોલ બનાવવા માટે વિવિધ વસ્તુઓનું નિર્માણ કરીને લઈ જાય છે જેના થકી તેમને અને તેમના પરિવારને સારી એવી રોજગારી મળી રહે છે. તેઓ પોતાના નવરાશના સમયમાં આ હિંચકા બનાવે છે. સમયનો સદઉપયોગ થાય અને આવક ઉભી થવાથી ઘર ખર્ચમાં મદદ મળી રહે છે.

અન્ય સમાચારો પણ છે...