ચોરી:હિંમતનગરમાં બાઈક સવાર મહિલાનો સોનાનો દોરો ખેંચાયો

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મોતીપુરામાં પોલીટેકનિક ચારરસ્તા પાસે બનાવ
  • બાઇક પર આવેલ બે ચેનસ્નેચરોનું કારસ્તાન

હિંમતનગરના મોતીપુરામાં પોલિટેકનિક ચાર રસ્તા પાસે બે દિવસ અગાઉ મોડી સાંજે બાઈક પાછળ બેઠેલ મહિલાના ગળામાંથી નંબર પ્લેટ વગરના બાઈક પર આવેલ બે શખ્સોએ સોનાનો દોરો ખેંચી ફરાર થઈ જતા એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.

હિંમતનગર શહેરના મોતીપુરામાં પોલીટેકનિક ચાર રસ્તા પાસે સિવિલ તરફ જતાં રોડના ખૂણા પર તા.02-11-22ના રોજ મોડી સાંજે સવા આઠેક વાગ્યાના સુમારે રેણુકાબેન બકુલભાઈ ધનજીભાઈ બોડાત રહેવાસી પૃથ્વીનગર હિંમતનગર બાઈક નંબર જીજે-01-પીવી-2140 પર પાછળ બેસી જઈ રહ્યા હતા. તે દરમિયાન પોલીટેકનિક ચાર રસ્તા પાસે સિવિલ જતા રોડના ખૂણા પર પહોંચવા દરમિયાન નંબર પ્લેટ વગરના બાઇક પર પાછળથી આવી રહેલ 25 થી 30 વર્ષના બે શખશો પૈકી એક શખ્સે ગળામાં હાથ નાખી નવ ગ્રામનો સોનાનો દોરો ખેંચી ફરાર થઈ જતાં રેણુકાબેને ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...