માર્ગોનું નવીનીકરણ:હિંમતનગર તાલુકામાં 26 રોડ નવા બનશે, બે ડીપ પહોળા કરાશે

હિંમતનગર17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • કુલ 49 કિમીના કામ માટે રૂ.21.45 કરોડના વર્ક ઓર્ડર અપાયા, 7 વર્ષથી જજરિત માર્ગોનું નવીનીકરણ કરાશે

હિંમતનગર તાલુકાના 26 ગામમાં મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કુલ 49.10 કિમી.ના 26 રોડ રસ્તાનુ પેવરીંગ, નાળા બનાવવા, રીસરફેસીંગ રોડ બનાવવા અને 02 ડીપ પહોળા કરવા કુલ રૂ.21.45 કરોડ મંજૂર કરી વર્ક ઓર્ડર આપવામાં આવતા નવા રોડની સુવિધા મળવા સહિત 7 વર્ષથી જર્જરિત થઇ ગયેલ રોડ રસ્તાનું નવીનીકરણ કરવામાં આવનાર છે.

વિધાનસભા ચૂંટણીનું કાઉન્ટ ડાઉન શરૂ થઇ ગયુ છે ત્યારે વિકાસની ગાડી પૂરપાટ દોડવા માંડી છે અને એક પછી એક કામો મંજૂર થઇ રહ્યા છે. રાજ્ય સરકારના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત હિંમતનગર તાલુકાના 23 ગામના કુલ 38.70 કિમી. લંબાઇ ધરાવતા નવા રોડ મંજૂર કરવાની સાથે રૂ.17.80 કરોડ ફાળવી વર્ક ઓર્ડર આપવામાં આવ્યા છે.

જેમાં હિંમતનગરને અડીને આવેલ નવાથી ધાણધા 3 કિમીનો નવીન રોડ અસ્તિત્વમાં આવતા શહેરમાં ટ્રાફિકની સમસ્યા હલ થવાની સાથે સાથે સાતેક કિલોમીટરનું અંતર પણ ઘટી જશે. જેના માટે પોણા બે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. તદ્દપરાંત હુંજ મહાકાળી મંદિરથી કંપા તરફનો રોડ અને દેધરોટાથી મહેરપુરા રોડ અને બે ગામમાં સ્મશાન સુધી જવાના પાકા રોડની વર્ષો જૂની માંગણી સંતોષાઇ છે.

હિંમતનગર ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાએ જણાવ્યું કે સાત વર્ષથી સમતલ ન કરાયેલ પુરુષોત્તમનગર રણછોડપુરા ગોવિંદપુરા અને પુરૂષોત્તમનગર વડલાવાસ રોડ બંને માટે રૂ.1.45 કરોડના ખર્ચને મંજૂરી મળી છે તેથા મુનપુર એપ્રોચ રોડ કે જે હાલમાં 3.75 મીટર પહોળાઇનો છે તેની પહોળાઇ વધારી 5.50 મીટર કરવા રૂ.1.20 કરોડ અને જીતોડ - તાજપુરી રોડ પર હયાત વેન્ટેડ ડીપ ઊંચો કરવા રૂ.50 લાખ અને હિંમતનગર હાપા કાટવાડ તાજપુર વખતપુરા રોડ પર હયાત પેવ્ડ ડીપની મરામત માટે રૂ.50 લાખ મંજૂર થયા છે. 26 જેટલા રોડ રસ્તા અને બે ડીપની કામગીરી માટે કુલ રૂ.21.45 કરોડ ફાળવી વર્ક ઓર્ડર અપાયા છે.

નવા રોડ રસ્તાની વિગત

રસ્તાનુ નામ લંબાઇ કિમીમાં રૂ.લાખમાં

 • અમરાપુર નિજાનંદનગર રોડ 1.50 60.00
 • માથાસુલીયા સ્મશાન તથા મંદિરને જોડતો રસ્તો 1.00 45.00
 • હુંજ મહાકાલી મંદિરથી કમ્પા તરફનો રોડ 1.50 70.00
 • દલપુર ગામતળમાં સી.સી.રોડ 0.70 35.00
 • ખેડ થી વાસણા 2.20 90.00
 • જવાનપુરા થી રામપુર રોડ 2.50 120.00
 • હમીરગઢ(ખે)થી સ્મશાન રોડ 1.00 40.00
 • નવાથી ધાંણધા રોડ 3.00 180.00
 • ઇડર હાઇવે થી મહાદેવપુરા(લો) રોડ 3.00 130.00
 • દેધરોટા થી મહેરપુરા વાયા મહાકાલી મંદિર રોડ 3.50 160.00
 • મુખ્ય રસ્તાથી નવા નરોડા સુધી રોડ 0.40 35.00
 • સાકારોડીયા થી બાયપાસ રોડ 1.20 50.00
 • ખેડાવાડાથી વારેણાવીર રોડ 3.00 120.00
 • કાનડાથી વારેણાવીર રોડ(વાયા કડોલી) 4.00 180.00
 • બેરણા કેનાલથી એસ.પી.ગેસ ગોડાઉન રોડ 1.00 45.00
 • ગોકુલનગર ફાટકથી રઘુનંદન સોસા.રોડ 1.00 45.00
 • તાજપુર-કુડોલ ગામતલનો રોડ 1.00 40.00
 • લાલપુર ગામતળ રોડ 1.00 40.00
 • હિંમતપુર ચાંપલાનાર પ્રાણ શીરેશ્વર મહાદેવ રોડ 1.50 70.00
 • પંચેરા સજાપુર રોડથી લોખંડ ગામે આદીવાસી વિસ્તાર સુધી રોડનું કામ 1.70 75.00
 • વગડી ગામતળમાં સી.સી.રોડ 1.50 60.00
 • જવાનગઢ ગામથી વોટર વકર્સ સુધી રોડ 1.50 60.00
 • જગતપુરા કેશરપુરા કાચા રોડમાં સી.ડી.વર્કસનું કામ -- 30.00

7 વર્ષથી સમતલ ન થયેલ રસ્તા

 • રસ્તાનુ નામ લંબાઇ કિમીમાં રૂ.લાખમાં
 • પુરૂષોત્તમનગર રણછોડપુરા ગોવિંદપુરા રોડ 3.20 75.00
 • પુરૂષોત્તમનગર વચલો પ્લોટ વડલાવાસ રોડ 3.00 70.00

આ માર્ગ પહોળો કરાશે

 • રસ્તાનું નામ લંબાઇ કિમીમાં રૂ.લાખમાં
 • મુનપુર એપ્રોચ રોડ 2.50 120.00

​​​​​​​

અન્ય સમાચારો પણ છે...