સાબરકાંઠા જિલ્લાની ચારે વિધાનસભાની ચૂંટણીને લક્ષ્યમાં રાખી વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી આગામી 1લી ડિસેમ્બરે બપોરે હિંમતનગરમાં ભાજપની પ્રચારસભાને સંબોધવા માટે આવી રહ્યાં છે.
બહુમતીથી જીતવાનો વિશ્વાસ
સોમવારે હિંમતનગરમાં ખેડ તસિયા રોડ પર વૈશાલી સિનેમા ગ્રાઉન્ડમાં કેન્દ્રીય રાજ્યમંત્રી અને રાજસ્થાન બાડમેરના સાંસદ કૈલાશજી ચૌધરીએ પીએમની સભાનું સ્થળ નિરીક્ષણ કર્યું હતું અને જણાવ્યું કે, આપણા આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજીને સાબરકાંઠા જિલ્લા પ્રત્યે વિશેષ લગાવ છે. તેઓ સંઘના પ્રચારક હતા ત્યારે અનેક પરિવારો સાથે તેમનો સંબંધ જળવાયેલો છે. મંત્રીએ સાબરકાંઠા જિલ્લાની ચારેય સીટો જંગી બહુમતીથી જીતીશું તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
એસપીજીના માર્ગદર્શન હેઠળ કામગીરી
પ્રધાનમંત્રી સભા પહેલા કે બાદમાં રોડ શો કરશે તેના સામે કાઈ કહેવાનું ટાળ્યું હતું. તો બીજી તરફ હેલિપેડથી તેમના આવવાના માર્ગ પર સાફસફાઈ અને કલર કામ હાથ ધરવામાં આવ્યું છે. જે કામગીરી પુરજોશમાં ચાલી રહી છે. તો સભા સ્થળે પણ એસપીજીના માર્ગદર્શન હેઠળ કામગીરી ચાલી રહી છે. આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ જે. ડી. પટેલ, ચૂંટણી પ્રભારી દામોદરજી અગ્રવાલ, જિલ્લા સંગઠન પ્રભારી ભરત આર્ય, રેખા ચૌધરી, જિલ્લા મહામંત્રી વિજય પંડ્યા વગેરે હાજર રહ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.