• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • In Himmatnagar Market Yard, Purchase Of Agricultural Produce Stopped On Holi And Dhutheti Days, Farmers Were Alerted About Unseasonal Rain Forecast.

ખેડૂતોને વિનંતી કરતો મેસેજ વાઇરલ:હિંમતનગર માર્કેટયાર્ડમાં હોળી અને ધૂળેટીના દિવસે ખેતપેદાશોની ખરીદી બંધ, કમોસમી વરસાદની આગાહીને લઈને ખેડૂતોને સજાગ કરાયા

સાબરકાંઠા (હિંમતનગર)21 દિવસ પહેલા
  • કૉપી લિંક

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં આવેલ માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ ધુળેટીના દિવસે બંધ રહેશે. જેને લઈને ખેડૂતે ખેતપેદાશ વેચવા નહિ આવવા અને કમોસમી વરસાદની આગાહીને લઈને સજાગતા રાખવા ખેડૂતોને વિનંતી કરતો મેસેજ સોશિયલ મીડિયામાં વાઇરલ કરી જાણકારી આપી છે.

આ અંગેની વિગત એવી છે કે, હિંમતનગરમાં માર્કેટયાર્ડ અનાજની ખરીદી થાય છે અને કોટન માર્કેટયાર્ડમાં કપાસના રૂની ખરીદી થાય છે. તો 8 માર્ચના રોજ ધૂળેટીના તહેવારને લઈને માર્કેટયાર્ડ અને કોટન માર્કેટ બંધ રહેશે. જેને લઈને ખેડૂતોએ ખેતપેદાશ વેચવા નહિ આવવા માટે વિનંતી સાથે સોશિયલ મીડિયામાં મેસેજની પ્લેટ વાઈરલ કરી ખેડૂતોને જાણ કરી છે. તો બીજી અગામી 4 માર્ચથી 6 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી હોવાથી ખુલ્લામાં પડેલા ખેતપેદાશ પલડે નહિ તેમ યોગ્ય રીતે ઢાંકવી અથવા યોગ્ય જગ્યાએ સંગ્રહ કરવા વિનંતી સાથે ખેડૂતને સજાગ કરી જાગૃતિ આપતો મેસેજ પણ વાયરલ કરવામાં આવ્યો છે.

આ અંગે હિંમતનગર માર્કેટયાર્ડના મેનેજર મણી પટેલે જણાવ્યું હતું કે, રજાના દિવસે ખેડૂતના અને ધક્કો ના પડે માટે માર્કેટયાર્ડમાં ખેત પેદાશના ભાવ સાથે મેસેજ બનાવી પ્લેટ ખેડૂતોના ગ્રુપમાં મોકલવામાં આવે છે. જેથી ખેડૂતને જાણ થાય અને ધક્કોના ખાવો પડે. તો સાથે 7 માર્ચને હોળી સુધી ખરીદી થશે. ત્યારબાદ ધૂળેટીએ ખરીદી બંધ રહેશે અને ગુરુવારે રાબેતા મુજબ ખરીદી શરુ થશે. તો ઉપરાંત કમોસમી વરસાદને લઈને ખેડૂતની જાગૃતિ માટે મેસેજ કરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...