• Gujarati News
  • Local
  • Gujarat
  • Sabarkantha
  • In Himmatnagar, Limbach Mataji's Throne And Decoration Will Be Made Of Gold And Silver, Gold And Silver Donation By Devotees Will Start From Today.

સોના-ચાંદીના દાનનો વરસાદ:હિંમતનગરમાં લીમ્બચ માતાજીનું સિહાસન અને શણગાર સોના-ચાંદીનો બનાવાશે, ભક્તો દ્વારા આજથી સોના-ચાંદીના દાનની શરૂઆત

સાબરકાંઠા (હિંમતનગર)2 મહિનો પહેલા
  • લીમ્બચ માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ગામેગામ રથયાત્ર નીકાળવામાં આવી હતી
  • 52 ગામડાઓમાં સમાજના 1000 ઘરે રથયાત્રા ફરી
  • મંદિરમાં હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું

સાબરકાંઠા જીલ્લાના હિંમતનગરના લીમ્બચ માતાજીના મંદિરેથી 10 દિવસ પહેલા મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા લીમ્બચ માતાજીની રથયાત્રા સમાજના 52 ગામે ફરી પરત આજે મંદિરે પહોચી હતી. જ્યાં હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. તો માતાજીના સિહાસન સહિતના શણગારને સોના ચાંદીથી મઢવાને લઈને આજથી સોના-ચાંદીના દાનની શરૂઆત થઇ હતી.

લીમ્બચ માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ગામેગામ રથયાત્ર નીકાળવામાં આવી હતી
લીમ્બચ માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા ગામેગામ રથયાત્ર નીકાળવામાં આવી હતી

52 ગામડાઓમાં સમાજના 1000 ઘરે રથયાત્રા ફરી
હિંમતનગર અડાઠમ જથ નાયી કેળવણી મંડળના દ્વારા હિંમતનગરમાં બનાવેલ લીમ્બચ માતાજીના મંદિરને 25 વર્ષ પૂર્ણ થતા માતાજીના ચરણ પાદુકા સાથે ફોટો પ્રતિમાની રથયાત્રા 29 જુલાઈએ વાજતે ગાજતે હિમતનગરથી નીકળી હતી. હિંમતનગર,તલોદ,પ્રાંતિજ અને મોડાસા તાલુકામાં સમાજના 52 ગામડાઓમાં સમાજના 1000 ઘરે ફરી હતી. જ્યાં માતાજીનું પૂજન અર્ચન કરવામાં આવ્યું હતું. તો સમાજને એક તાંતણે કરવા માટે પ્રથમ વાર રથયાત્રાનું આયોજન કર્યું હતું.

રથયાત્રાની લીમ્બચ માતાજીના મંદિરે પરત પહોંચી
રથયાત્રાની લીમ્બચ માતાજીના મંદિરે પરત પહોંચી

મંદિરમાં હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું
લીમ્બચ માતાજીની રથયાત્રા 7 ઓગષ્ટના રોજ રવિવારે સવારે બેરણામાં રથયાત્રામાં માતાજીના પૂજન અર્ચન બાદથી હિંમતનગરમાં લીમ્બચ માતજીના મંદિરે પહોચી હતી. જ્યાં રથમાંથી ચરણપાદુકા અને ફોટો પ્રતિમા પરત મંદિરમાં બિરાજમાન કરાઈ હતી. તો મંદિરમાં હવન અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ અંગે હિમતનગર અડાઠમ જથ નાયી કેળવણી મંડળના પ્રમુખ રાજારામભાઈ નાયી, સહમંત્રી કમલેશભાઈ નાયી અને સમાજના અગ્રણી વસંતભાઈ નાયીએ જણાવ્યું હતું કે, માતાજીનું સિહાસન ચાંદીનું અને શણગાર સોનાથી મઢવાને લઈને આજથી સમાજના શ્રેષ્ઠીઓ અને ભક્તો દ્વારા સોના-ચાંદીના દાનની શરૂઆત કરાઈ હતી.

લીમ્બચ માતાજીના મંદિર ખાતે હવન કરાયું
લીમ્બચ માતાજીના મંદિર ખાતે હવન કરાયું

લોકોએ પોતાની શ્રદ્ધા અને ભાવથી દાન કર્યુ
જેમાં પ્રહલાદભાઈ મોહનભાઈ નાયી કાંકરોલ 1 તોલો સોનું, અરવિંદભાઈ કેશાભાઇ નાયી- કબોદ્રી તલોદ તાલુકા સવા કિલો ચાંદી, દશરથભાઈ નાથાભાઈ નાયી-ગઢોડા -500 ગ્રામ ચાંદી, મોહનભાઈ ભેમાભાઈ નાયી નિકોડ-500 ગ્રામ, ગોવિંદભાઈ ગીરધરભાઈ નાયી-ગઢોડા 250 ગ્રામ ચાંદીનું દાન કરાયું હતું. તો રથયાત્રાની પૂર્ણાહુતીએ ડૉ.અમિતભાઈ શર્માના યજમાન પદે તો પ્રવીણભાઈ પરભાભાઈ નાયી દ્વારા મહાપ્રસાદનું આયોજન કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...