હિંમતનગરની 33 વર્ષીય યુવતીએ અગાઉ નોંધાવેલ દુષ્કર્મની ફરિયાદના આરોપીએ અંગત પળોના ફોટા વાયરલ કરવાનું કહી રૂ.5 લાખની માંગણી કરી કેસ પાછો ન ખેંચે તો ફરીથી હોટલમાં લઈ જઈ દુષ્કર્મ કરવાની ધમકી આપી હોવા અંગે બનાસકાંઠાના શખ્સ સહિત બે જણાં વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે.
પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરની યુવતીને અગાઉ ફસાવીને હોટલમાં લઈ જઈ દુષ્કર્મ આચરવામાં આવતા ભોગ બનનારે પ્રકાશ જોઇતાભાઈ ચૌધરી (રહે.જડીયા તા.ધાનેરા જિ.બનાસકાંઠા) વિરુદ્ધ જે તે સમયે આઇપીસી 376,114 સહિતના ગુના અંતર્ગત ફરિયાદ નોંધાવી હતી જેનો કેસ ચાલી રહ્યો છે.
ગત તા.24-02-22 થી આ શખ્સ 33 વર્ષીય યુવતીનો નોકરીએ જવા આવવા દરમ્યાન અવારનાર પીછો કરી અગાઉ કરેલ દુષ્કર્મનો કેસ પાછો નહીં ખેંચે તો ફરીથી ઉઠાવી લઈ જઈ હોટલમાં અગાઉ કરેલ દુષ્કર્મની જેમ જ દુષ્કર્મ આચરવાની ધમકી આપવા સહિત કોર્ટ કાર્યવાહી દરમ્યાન થયેલ રૂ 5 લાખનું ખર્ચ આપવા માંગણી કરી રહ્યો છે
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.