સાબરકાંઠા જિલ્લામાં ચાર વિધાનસભા માટે તા. 5 ડિસેમ્બરે મતદાન યોજાવાનું છે. જેને લઈને વધુ મતદાન થાય અને તે માટેની જાગૃતિ આવે તેને લઈને વ્ચુતાની વિભાગ દ્વારા વિવિધ ક્રાર્યક્રમો થકી મતદાન જાગૃતિ કાર્યક્રમ કરવામાં આવે છે. જેને લઈને હિંમતનગરમાં મંગળવારે ઇકો મતદાન જાગૃતિ રેલી યોજાઈ હતી. હિંમતનગર વિધાનસભાના ચૂંટણી અધિકારીએ રેલીને લીલી ઝંડી આપી પ્રારંભ કરાવ્યો હતો. રેલીમાં જોડાયેલી અને જાગૃતિ ફેલાવતી ઊંટલારીમાં ચૂંટણી અધિકારી સહીત અધિકારીઓ બેસ્યા હતા.
રેલીમાં શિક્ષકો બાઈક સાથે જોડાયા
હિંમતનગરમાં મતદાન જાગૃતિ માટે મંગળવારે સવારે ઇકો મતદાન જાગૃતિ રેલી સહકારી જીન રોડ પરથી લીલી ઝંડી આપી હતી. હિંમતનગર વિધાનસભાના ચૂંટણી અધિકારી અનીલ ગોસ્વામીએ પ્રારંભ કરાવ્યો હતો. જેમાં તાલુકા વિકાસ અધિકારી, સ્વીપ અધિકારીઓ જોડાયા હતા. આ રેલીમાં NCC, NSSમાં જોડાયેલા કોલેજના વિધાર્થીઓ ઉપરાંત શાળાના વિધાર્થીઓ સાથે મતદાન જાગૃતિના પ્લેકાર્ડ સાથે ઊંટલારીમાં વિવિધ સ્કુલના વિધાર્થીઓ પણ જોડાયા હતા. રેલીમાં છેલ્લે શિક્ષકો બાઈક સાથે જોડાયા હતા. આમ ઇકો મતદાન જાગૃતિ રેલી નીકળી હતી અને શહેરના માર્ગો પર ફરી હતી. તો 10થી વધુ ઊંટલારી રેલીમાં આકર્ષણ બની હતી.
રેલીમાં 35 સ્કુલના 300થી વધુ વિધર્થીઓ જોડાયા
આ અંગે રેલી સ્વીપ નોડલ અધિકારી હર્ષદ ચૌધરીએ જણાવ્યું હતું કે, મતદાન જાગૃતિ માટે રેલી સહકારી જીનથી નીકળી હતી અને શહેરના માર્ગો પર ફરીને મહાવીરનગર ચાર રસ્તે પૂર્ણ થઇ હતી. આ રેલીમાં 35 સ્કુલના 300થી વધુ વિધર્થીઓ જોડાયા હતા. 10 ઊંટલારીઓ હતી જેમાં એકમાં 10-10 વિધાર્થીઓ જાગૃતિના પ્લેકાર્ડ સાથે બેઠા હતા. તો ઇકો મતદાન જાગૃતિ રેલીને લીલી ઝંડી આપ્યા બાદ હિંમતનગર વિધાનસભાના ચૂંટણી અધિકારી સહીત સ્વીપના નોડલ સહિતના અધિકારીઓ ઊંટલારીમાં બેસીને જાગૃતિ રેલીને પ્રોત્સાહન પૂરું પાડ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.