મુક-બધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ:હિંમતનગરમાં દિવ્યાંગોએ મતદાનના દિવસે અવશ્ય મતદાન કરવા શપથ લીધા

સાબરકાંઠા (હિંમતનગર)7 દિવસ પહેલા
  • કૉપી લિંક

હિંમતનગરના મોતીપુરા શિશુ સેવા કલ્યાણ મંડળ સંચાલિત બહેરા-મુંગા બાળકોની શાળામાં પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર તેમજ સ્વીપ નોડલ ઓફિસરની હાજરીમાં મુક-બધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો.

મતદાનના દિવસે અવશ્ય મતદાન માટે અનુરોધ
વિધાનસભા સામાન્ય ચુંટણી-2022 અંતર્ગત મુક-બધિર દિવ્યાંગજનોની ચુંટણીમાં સહભાગીતા વધે તથા મતદાન પ્રક્રિયાથી માહિતગાર કરવાના ઉદ્દેશ્યથી મુક-બધિર દિવ્યાંગ મતદાર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. આ કાર્યક્રમમાં આસી.નોડલ પી.ડબ્લ્યુ.ડી. દ્વારા જિલ્લાના તમામ મુક-બધિર દિવ્યાંગજનો મતદાનના દિવસે પોતાના મતાધિકારનો ઉપયોગ કરી શકે અને તેમની સહભાગીતા વધે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. મતદાનના દિવસે અવશ્ય મતદાન કરે તે માટે અનુરોધ કરી મતદાન શપથ લેવડાવવામાં આવ્યા હતા.

દિવ્યાંગજનોને સાંકેતીક ભાષાના વીડિયો દ્વારા સમજ
પી.ડબલ્યુ.ડી નોડલ ઓફિસર દ્વારા મુક-બધિર દિવ્યાંગજનોને મતદાનના દિવસે ઉપલબ્ધ થનાર સાઇન લેગ્વેજના નિષ્ણાતોની સુવિધાઓ વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા. તેમજ હાજર મુક-બધિર દિવ્યાંગજનોને મતદાનના દિવસે સાંકેતીક ભાષાનો ઉપયોગ કરી મતદાન કરી શકશે તે માટે સાંકેતીક ભાષાના વીડિયો માધ્યમથી સમજ આપવામાં આવી હતી. આ કાર્યક્રમમાં શાળાના ઇ.આચાર્ય રાજેશભાઇ ડી રાઠોડ અને સ્ટાફ ઉપસ્થિત રહી લોકશાહીના આ અવસરને સફળ બનાવવા અપીલ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...