અવલોકન બાદ સેવા શરુ કરાશે!:હિંમતનગર સિવિલમાં દોઢ મહિનાથી બંધ સીટીસ્કેન મશીનનું રીપેરીંગ કામ હાથ ધરાયું

સાબરકાંઠા (હિંમતનગર)10 દિવસ પહેલા

સાબરકાંઠા જીલ્લાના મુખ્ય મથક હિંમતનગરમાં કરોડના ખર્ચે બનાવેલ સિવિલ હોસ્પિટલ અને મેડીકલ કોલેજ છે તો સિવિલ હોસ્પિટલમાં દોઢ મહિનાથી સીટીસ્કેન મશીન યાંત્રિક ખામીને કારણે બંધ થઇ ગયેલ છે. જેને લઈને દર્દીઓને બહાર ખર્ચ કરીને રીપોર્ટ કરાવવા પડે છે તો આ અંગે હેલ્થ કમિટીના સભ્યએ સીટીસ્કેન મશીન શરુ કરવા લેખિત રજૂઆત સિવિલ સર્જનને કરી છે. બીજી તરફ સિવિલમાં આવેલ બંધ સીટી સ્કેન મશીનનું રીપેરીંગ કામ હાથ ધરવામાં આવ્યું છે અને અગામી થોડાક દિવસમાં ફરીથી સીટીસ્કેન મશીન શરુ થશે તેવી વાત સિવિલ સર્જન આશિષ કટરકરે કરી હતી.

હિંમતનગરની બહુમાળી સિવિલ હોસ્પિટલમાં હિંમતનગર સહીત જીલ્લાના,આસપાસના જીલ્લા અને રાજસ્થાન રાજ્યમાંથી દર્દીઓ આવે છે. ત્યારે રોગના નિદાન માટે સીટીસ્કેન મશીનની જરૂરિયાત વધુ પડતી હોય છે, ત્યારે ગરીબોને મહામુસીબતે સિવિલ બહાર સીટીસ્કેનના રીપોર્ટ કરાવવા પડે છે. જેમાં 2500થી રૂ.10 હજાર સુધીનો ખર્ચ થતો હોય છે. જેને લઈને દર્દીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. તો દોઢ મહિના થી બંધ સીટીસેક મશીન હોવાને લઈને સિવિલની હેઠળ કમિટીના કોંગ્રેસના સભ્ય કુમાર ભાટે સિવિલ સર્જનને લેખિતમાં બંધ સીટીસ્કેન મશીન શરુ કરવા માટે રજૂઆત કરી હતી.

બીજી તરફ સિવિલમાં મશીન રીપેર કરવા માટે કંપનીને જણાવ્યું હતું, પરંતુ તેના પાર્ટ્સ જર્મનીથી આવવાના હોય તેને લઈને વિલંબ થયો હોવાનું સિવિલ સર્જને જણાવ્યું હતું. તો પાર્ટ્સ આવી ગાય છે અને કંપનીના ટેકનીશીયનોએ પણ મશીન શરુ કરવા માટેની કવાયત હાથ ધરી રીપેરીંગ કામ શરુ કરી દીધું છે. નવા પાર્ટ્સ ફીટ કર્યા બાદ અવલોકન કર્યા બાદ તેની સેવા શરુ કરાશે જેને લઈને અગામી થોડાક દિવસોમાં સીટીસ્કેન મશીન શરુ થવાની વાત સિવિલ સર્જને કરી છે.

અન્ય સમાચારો પણ છે...