હિંમતનગરમાં હવે પાટીદાર V/S ક્ષત્રિય:હિંમતનગરમાં ભાજપે રાજુ ચાવડાને કાપી વી.ડી. ઝાલાને મૂક્યા

હિંમતનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
વિનેન્દ્ર ડી. ઝાલા - Divya Bhaskar
વિનેન્દ્ર ડી. ઝાલા
  • તલોદ તાલુકાના વિનેેન્દ્રસિંહ ઝાલા સાથે સંપર્ક કરતાં આશ્ચર્ય વ્યક્ત કર્યું અને લોકોના માધ્યમથી જાણ થયાનું જણાવ્યું
  • પાંચ દિવસના​​​​​​​ મંથન બાદ ભાજપે સ્થાનિક ઉમેદવારોને નજર અંદાજ કરી આયાતીને ટિકિટ આપી

સાબરકાંઠા જિલ્લાની ભાજપ માટે મહત્વની ગણાતી હિંમતનગર બેઠક માટે પાંચ દિવસના મંથન બાદ પણ ભાજપને સ્થાનિક ઉમેદવાર ન મળતાં હિંમતનગર બેઠક સોનાની થાળીમાં સજાવીને વિપક્ષને ભેટ ધરી દેવાઈ હોવાના તીવ્ર પ્રત્યાઘાત સાંપડી રહ્યા છે.

હિંમતનગર બેઠક માટે સાબરડેરીના પૂર્વ ચેરમેન અને હિંમતનગર માર્કેટયાર્ડના ચેરમેન જેઠાભાઈ પટેલ, કિસાન મોરચાના પ્રમુખ હિતેશભાઈ પટેલ, બ્રાહ્મણ સમાજનું પ્રતિનિધિત્વ કરતા હિરેનગોર, અમૃતભાઈ પુરોહિત, ક્ષત્રિય સમાજના ગોપાલસિંહ રાઠોડ તથા અઢી દાયકાથી પાયાના કાર્યકર અને મહિલા મોરચાના ઉપાધ્યક્ષ કૌશલ્યા કુંવરબા, રાજુભાઈ પંચાલ સહિતના સિનિયર અને સક્ષમ સ્થાનિક દાવેદારોને નજર અંદાજ કરી વર્તમાન ધારાસભ્ય રાજેન્દ્રસિંહ ચાવડાને કાપી પાંચ દિવસના મંથન બાદ ભાજપે તલોદ તાલુકાના વિનેેન્દ્રસિંહ ઝાલા ઉપર પસંદગીનો કળશ ઢોળ્યો છે.

બપોર થી તેમનું નામ ચર્ચામાં આવ્યા બાદ સંપર્ક કરતાં તેમણે પણ આશ્ચર્ય વ્યક્ત કર્યું હતું અને લોકોના માધ્યમથી ખબર પડ્યાનું જણાવી કમલમમાંથી ફોન આવવાની રાહ જોઈ રહ્યા હોવાનું ઉમેર્યું હતું. જિલ્લા સંગઠન સહિત કાર્યકરો પણ તલોદ તાલુકામાં હિંમતનગર બેઠકની ટિકિટ અપાયાની જાણ થતા આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા હતા. વિનેન્દ્રસિંહ ઝાલા વી.ડી. ઝાલા તરીકે ઓળખાય છે અને ભાજપ સંગઠન પ્રમુખ રહી ચૂક્યા છે.

1995 માં ભાજપમાંથી પ્રાંતિજ બેઠક પરથી જીત્યા બાદ શંકરસિંહ વાઘેલાના બળવા વખતે રાજપા માં જોડાયા હતા અને કાયદા મંત્રી પણ રહી ચૂક્યા છે. ત્યારબાદ 1998 બાય ઇલેક્શનમાં રાજપાના ઉમેદવાર તરીકે અને 2002માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે કારમી હારનો સામનો કર્યો હતો. વર્ષ 2014માં પાછા ભાજપમાં જોડાયા હતા. \

સાબરકાંઠામાં 4 બેઠકો પૈકી બે બેઠકો પર ઉમેદવારોની પસંદગીમાં દીવ દમણ અને લક્ષદ્વીપના પ્રશાસક પ્રફુલ પટેલનો સિક્કો ચાલ્યો હોવાનું માનવામાં આવી રહ્યું છે. નોંધનીય છે કે હિંમતનગર મતવિસ્તારમાં ચૂંટણી પ્રચાર કરવા તેમની પાસે માત્ર ત્રણ સપ્તાહથી ઓછો સમય બચ્યો છે.

ભાજપ માટે સરળ મનાતી ખેડબ્રહ્મા બેઠક તુષાર ચૌધરીના આગમન બાદ રસપ્રદ
ખેડબ્રહ્મા, પોશીના |ખેડબ્રહ્મા બેઠક માટે આદિવાસી બહુલ વિધાનસભા બેઠક છે અને પરંપરાગત કોંગ્રેસની બેઠક છે ભાજપે આ વખતે ધારાસભ્ય અશ્વિન કોટવાલને ટિકિટ આપતા કોંગ્રેસમાં શૂન્યાવકાશ સર્જાયો હતો. પરંતુ અશ્વિન કોટવાલે જેમની પાસેથી રાજકીય દાવ પેચ શીખ્યા હતા અને ખેડબ્રહ્મા બેઠક પર ચૂંટણી લડી ચૂકેલ પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ અમરસિંહ ચૌધરીના પુત્ર અને 2004 તથા 2009માં લોકસભા સદસ્ય બની 15 મી લોકસભામાં કેન્દ્રીય મંત્રી રહી ચૂકેલ તુષાર ચૌધરીને કોંગ્રેસે ઉતાર્યા છે. તુષાર ચૌધરી પાસે તેમના પિતાએ ખેડબ્રહ્મા મતવિસ્તારમાં કરેલ કામોનો વારસો છે પરંતુ એક આખી પેઢી બદલાઈ ગઈ છે તેમને નવેસરથી મતદારો સમક્ષ જઈ વિશ્વાસ સંપાદન કરવાનો છે અને 2.82 લાખ મતદારોના જનસંપર્ક માટે માત્ર 17-18 દિવસનો સમય બચ્યો છે. જ્યારે ખેડબ્રહ્મા બેઠકની ભૌગોલિક સ્થિતિ જોતા અશ્વિન કોટવાલને ખેડબ્રહ્માના પશ્ચિમોત્તર અને પોશીના તાલુકામાં ભાજપના સ્થાનિક સંગઠન અને ખાસ કરીને રમીલાબેન બારાના આશીર્વાદની જરૂર પડશે આ ચૂંટણીમાં એકંદરે ભાજપ માટે સરળ મનાતી ખેડબ્રહ્મા બેઠક તુષાર ચૌધરીના આગમન બાદ રસપ્રદ બની ગઈ છે જોકે તુષાર ચૌધરી માટે 17-18 દિવસમાં 2.82 લાખ મતદારોનો સંપર્ક કરવો ભગીરથ કાર્ય બની રહેનાર છે એ વાત પણ એટલી જ સત્ય છે.

પ્રાંતિજ બેઠક પર કોંગ્રેસે હજુ સુધી ઉમેદવાર જાહેર કર્યા નથી...
સાબરકાંઠા જિલ્લાની ચાર વિધાનસભા બેઠક માટે ભાજપ કોંગ્રેસ બંને રાજકીય પક્ષો સક્ષમ સ્થાનિક ઉમેદવારોની અછતનો સામનો કરી રહ્યા છે. કોંગ્રેસની પારંપરિક ખેડબ્રહ્મા બેઠક પર ભાજપે કોંગ્રેસના જ ધારાસભ્યને ખેસ પહેરાવી ઉભા કર્યા છે તો કોંગ્રેસે મુખ્યમંત્રી પિતાના મતવિસ્તારનો વારસો ધરાવતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરીને ઉતારવા પડ્યા છે હિંમતનગર બેઠક લાંબા મંથન બાદ પણ સ્થાનિક ઉમેદવારની પસંદગી કરી નથી. પ્રાંતિજ બેઠક માટે હજુ સુધી કોંગ્રેસને ઉમેદવાર જ નથી. મળ્યો જ્યારે ઇડર બેઠક માટે 2017 માં જેને ચૂંટણી લડવા સક્ષમ કે યોગ્ય ગણવામાં આવ્યા ન હતા કે જે સતત 1995 થી જીતતા આવેલ રમણલાલ વોરા ને ભાજપે એક ટર્મની બ્રેક બાદ ઈડરની ટિકિટ આપવા મજબૂર બનવું પડ્યું છે મતલબ સ્થાનિક સ્તરે સક્ષમ નેતૃત્વ ઉભો કરી શકાયું નથી.

અન્ય સમાચારો પણ છે...