ફરિયાદ:હિંમતનગરમાં ગાડી મૂકવા બાબતે બેટ લઈ શખ્સનું માથું ફોડી નાખ્યું

હિંમતનગર2 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • માતા અને પુત્ર વિરુદ્ધ હિંમતનગરમાં ફરિયાદ નોંધાઇ

હિંમતનગર શહેરના કાંકણોલ રોડ પર આવેલ કૃષ્ણધામ સોસાયટીમાં મંગળવારે ગાડી મૂકવાના મામલે થયેલ બોલચાલ બાદ માથામાં બેટ ફટકારી ઈજા પહોંચાડતાં હિંમતનગર એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં માતા અને પુત્ર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી. પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર ગોકુલધામ સોસાયટીમાં રહેતા કૃણાલ કુમાર દિલીપકુમાર શર્મા તા. 22-11-22 ના રોજ તેમના બનેવી હિતેશકુમારને ઘેર મૂકવા ગયા હતા અને પરત આવી રહ્યા હતા તે દરમિયાન તેમના બનેવીએ પડોશી ગાડી મૂકવા દેતા ન હોવાનું જણાવી તેમની ગાડી લઈ જવા કહ્યું હતું.

આ દરમિયાન પાડોશમાં રહેતા સંગીતાબેન તેમના ઘરમાંથી બહાર આવ્યા હતા અને આ ગાડી અહીં કેમ મૂકો છો આ જગ્યા અમારી છે ગાડી અહીંયાથી લઈ લો કહેતા જગ્યાના કાગળીયા બતાવો એવું કહેતા સંગીતાબેન ઉશ્કેરાઈ ગયા હતા અને જેમતેમ બોલી કૃણાલ કુમારને થપ્પડો મારી હતી તે દરમિયાન તેમનો પુત્ર યશ બેટ લઈને આવી માથાના પાછળના ભાગે મારી દેતાં ઇજા થઈ હતી જેને પગલે કૃણાલ કુમાર શર્માએ ફરિયાદ નોંધાવતા એ ડિવિઝન પોલીસે સંગીતાબેન અશોકભાઈ પ્રજાપતિ અને યશ અશોકભાઈ પ્રજાપતિ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...