ફરિયાદ:હિંમતનગરમાં મુસ્લિમ યુવકે દલિત યુવતીને જાતિય સંબંધ બાંધવા દબાણ કર્યું

હિંમતનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • હિંમતનગર તાલુકાની અને નર્સિંગનો અભ્યાસ કરતી યુવતી સાથે પરિચય કેળવ્યા બાદ મુસ્લિમ યુવકનું કારસ્તાન, અમદાવાદમાં સારી નોકરીની લાલચ આપી
  • યુવતી સાથેના ફોટા તેના પતિ અને મામાને મોકલી જાનથી મારી નાખવાની ધમકી આપી, ફરિયાદના 48 કલાક બાદ પણ આરોપી ની અટક પોલીસે ન કરતાં રોષ

હિંમતનગર તાલુકાની નર્સિંગનો અભ્યાસ કરતી દલિત યુવતીના પરિચયમાં આવ્યા બાદ મુસ્લિમ યુવકે મિત્રતા કેળવી ફોટા પાડી જાતીય સંબંધ બાંધવા હોટલમાં લઈ જવા સતત દબાણ કરી માનસિક રીતે પરેશાન કરી યુવતી વશ ન થતાં તેના ફોટા પતિ અને યુવતીના મામાને મોકલી તેના પિતા અને પતિને ફોન કરી અપશબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકીઓ આપતાં ભોગ બનનારની ફરિયાદને આધારે રૂરલ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ફરિયાદના 48 કલાક બાદ પણ આરોપીની અટકાયત ન કરતાં પોલીસની કામગીરી સામે રોષ પેદા થયો છે.

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર હિંમતનગરની આરજુ એકેડેમી નામની નર્સિંગનો કોર્સ કરાવતી સંસ્થામાં અભ્યાસ કરવા જતી હિંમતનગર તાલુકાની દલિત યુવતીને પરબડાના ચિસ્તીયાનગરમાં રહેતા ફારુક સુરેશભાઈ મીર નામના યુવકે મિત્રતાના નામે ફસાવી તેની સાથે ફોટા પાડી લઈ તું મારી સાથે જાતીય સંબંધ રાખ તેમ કહી હોટલમાં લઈ જવા સતત દબાણ થઈ રહ્યું હોવાનો મામલો બહાર આવતા ખળભળાટ મચી ગયો છે. ભોગ બનનાર યુવતીએ નોંધાવેલ ફરિયાદની વિગત અનુસાર દલિત યુવતીનું જાતીય શોષણ કરવા મુસ્લિમ યુવક અમદાવાદમાં નર્સિંગમાં સારી જગ્યાએ નોકરી અપાવવાની લાલચ આપી હોટલમાં લઈ જવા સતત દબાણ કરી રહ્યો હતો.

પરંતુ યુવતી વશ ન થતાં યુવતી સાથે પાડેલ ફોટા ભોગ બનનાર યુવતીના પતિ અને મામાને મોકલી આપ્યા હતા જેને પગલે પરિવારને જાણ થતાં પરિવારે પણ યુવતીને હિંમત આપી હતી દરમિયાનમાં મુસ્લિમ યુવકે ભોગ બનનાર યુવતીના પિતા અને પતિને અવારનવાર ફોન કરી અપશબ્દો બોલી જાતિ વિષય અપમાનિત કરવા સહિત જાનથી મારી નાખવાની ધમકીઓ આપી હતી. ભોગ બનનારની ફરિયાદને 48 કલાક જેટલો સમય વિતી જવા છતાં રૂરલ પોલીસે આરોપીની અટકાયત કરી ન હોવાનું જાણવા મળી રહ્યું છે ઘટનાને પગલે ભારે રોષ પેદા થયો છે.

અન્ય સમાચારો પણ છે...