વેપારીઓમાં બૂમ:હિંમતનગરમાં 36 વેપારીઓએે ફટાકડાના સ્ટોલ માટે રૂ.2.99 લાખ ભર્યા છતાં લાયસન્સ ન મળ્યું

હિંમતનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 103 વેપારીઓએ 8,323 ખર્ચીને લાયસન્સ લેવા અરજી કરી હતી જે પૈકી 36 જણાંને લાયસન્સ ન મળ્યું
  • પોલીસ દ્વારા ફટાકડાની માંગ અને જીએસટી વિભાગ દ્વારા એડવાન્સ જીએસટીની ઉઘરાણીની વેપારીઓમાં બૂમ

હિંમતનગર શહેરમાં ફટાકડાના સ્ટોલ શરૂ થવાના પ્રારંભે જ વિવાદ ઉભો થયો છે. સ્ટોલની ફાળવણી બાદ સ્ટોલ ઉભા થતાની સાથે પોલીસ દ્વારા ફટાકડાના પેકેટની માંગણી અને જીએસટી વિભાગ દ્વારા એડવાન્સ જીએસટીની ઉઘરાણી શરૂ થઈ જવા સહિત લાયસન્સની ફી ભરવા છતાં લાયસન્સ ન મળતાં ફટાકડાની ખરીદી કરનાર લોકો આર્થિક સંકડામણની સ્થિતિમાં મૂકાઈ ગયા હોવા સહિતના વિવાદ ઉભા થયા છે. 103 વેપારીઓએ 8,323 ખર્ચીને લાયસન્સ લેવા માટે અરજી કરી હતી.

જે પૈકી 36 જણાંને લાયસન્સ મળ્યુ નથી પ્રોસિજરમાં વિલંબ થવાને કારણે અને બુધવારે હંગામી લાયસન્સ અપાતા બાકી રહી ગયેલ 36 વેપારીઓએ સ્ટોલ કરવાની આશામાં મંગાવી લીધેલ ફટાકડા હવે ક્યાં મૂકવા અને જે રોકાણ કર્યું હતું તેનું શું થશેની મૂંઝવણમાં મૂકાયા છે. એક વેપારીને સ્ટોલ મેળવવા કુલ 8323 ભરવાના થાય છેેે જેથી 36 વેપારીઓના કુલ 299628 થવા જાય છે. હિંમતનગર શહેરમાં પ્રાંત અધિકારી અને પાલિકા દ્વારા દીપોત્સવી પર્વ નિમિત્તે ફટાકડાના સ્ટોલ ફાળવાયા બાદ બુધવારે પ્રથમ દિવસથી જ અનેક વિવાદ પેદા થયા છે અને સિઝનલ ધંધો કરતા વેપારીઓ વિચિત્ર પ્રકારની બીક અને હાલાકીની સ્થિતિમાં મૂકાયા છે.

વેપારીઓના જણાવ્યાનુસાર બુધવારે ફટાકડાના સ્ટોલ ઉભા થતાની સાથે જ વેપારીઓએ પોતાનો માલ ગોઠવવો શરૂ કર્યો હતો અને હજુ ફટાકડાનું વેચાણ ચાલુ કર્યું નથી એટલામાં પોલીસ દ્વારા ફટાકડાના પેકેટની માંગણીઓ શરૂ થઈ ગઈ હતી બીજી બાજુ જીએસટી વિભાગ દ્વારા એડવાન્સ જીએસટીની સ્થળ ઉપર આવી માગણી કરાતા વેપારીઓ મૂંઝવણમાં મુકાઈ ગયા હતા બીજા દિવસે પણ નફા ઉપર 18 ટકા જીએસટી એડવાન્સ ભરી દેવા દબાણ કરાયુ હતું.

વેપારીઓએ માલ વેચ્યા વગર રકમ કેવી રીતે નક્કી કરવી અને જીએસટી કેવી રીતે નક્કી કરવો તે બાબતે પ્રશ્નો કરતા વિભાગ દ્વારા કોઈ સ્પષ્ટતા કરાઈ ન હતી જેને પગલે વેપારીઓમાં ભારે રોષ પેદા થયો હતો અને બબ્બે વખત જીએસટી ભરવાની વાત વ્યાજબી ન હોવા અંગે રજૂઆત કરી હતી પરંતુ સ્થળ ઉપર આવેલ કર્મચારી દ્વારા કોઈ બાબતે સ્પષ્ટતા ન કરાતા રોષે ભરાયેલા વેપારીઓએ માલને આગ ચાંપી દેવાની ચીમકી ઉચ્ચારી હતી.

એક વેપારીએ જણાવ્યું કે સરેરાશ એક સ્ટોલ પરથી 50 થી 80,000 નો વેપાર થઈ શકે છે જેમાં પાલિકાનું ભાડું સાડા સાત હજાર ફટાકડાના હંગામી લાયસન્સ માટેનો વહીવટી ચાર્જ ત્રણ રૂપિયાની ટિકિટ સાથે રૂ.823 , પાંચ દિવસના માણસોનો પગાર આ બધું જોડતા માંડ પાંચ થી સાત હજાર રૂપિયા નફો બચે તેમ છે અને જીએસટીના કર્મચારી ખર્ચને બાદ કરવાની ના પાડી રહ્યા છે અલગ અલગ સીએનો અભિપ્રાય લેતાં તેમણે એક લાખ સુધીના વેચાણમાં જીએસટીની જરૂરિયાત ન હોવાનું જણાવ્યું હતું.

વેપારીઓએ આક્રોશ ઠાલવ્યો હતો કે પ્રાંત અધિકારી દ્વારા અગાઉથી જ ટેમ્પરરી જીએસટી નંબર લેવા અને એડવાન્સ જીએસટી ભરવા માર્ગદર્શન આપવામાં આવ્યું હોત તો આ સ્થિતિ ન સર્જાયું હોત બીજો વિવાદ એ સર્જાયો છે કે 103 વેપારીઓએ 8,323 ખર્ચીને લાયસન્સ લેવા માટે અરજી કરી હતી જે પૈકી 36 જણાંને લાયસન્સ મળ્યું નથી પ્રોસિજરમાં વિલંબ થવાને કારણે અને બુધવારે હંગામી લાયસન્સ અપાતા બાકી રહી ગયેલ 36 વેપારીઓએ સ્ટોલ કરવાની આશામાં મંગાવી લીધેલ ફટાકડા હવે ક્યાં મૂકવા અને જે રોકાણ કર્યું હતું તેનું શું થશેની મૂંઝવણમાં મૂકાયા છે.

અહીં સમજો સ્ટોલના રૂ.8323 ની વિગત...
નગરપાલિકાનું ભાડું 7500 ફટાકડાના હંગામી લાયસન્સ માટેનો વહીવટી ચાર્જ ત્રણ રૂપિયાની ટિકિટ સાથે રૂ.823 સાથે એક વેપારીને એક સ્ટોલ પાછળ 8323 જેટલો ખર્ચ થાય છે.

અન્ય સમાચારો પણ છે...