ગુરુરૂણની અનોખી ઉજવણી:હિંમતનગરમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ રાજ્યના ખુણે-ખુણેથી ભેગા થઈ શિક્ષકોનું પગ ધોઈ કંકુ તિલક કરી સન્માન કર્યું

હિંમતનગર3 મહિનો પહેલા
  • વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા જૂના સંસ્મરણો વાગોળ્યાં
  • ઇતિહાસની પ્રથમ અવર્ણનીય ગુરુવંદનાની શિક્ષણ જગતને પ્રેરણા
  • વિદ્યાર્થીઓએ અવસાન પામેલા શિક્ષકોને શ્રદ્ધાજલી આપી

શિક્ષકએ સમાજને એક નવી રાહ ચીધનાર છે. શિક્ષક જ્ઞાન આપે છે તો માતા-પિતા સંસ્કાર આપે છે. ત્યારે દેશ દુનિયામાં શિક્ષકો જ શિક્ષણ આપે છે અને વિદ્યાર્થીઓ તે ગ્રહણ કર્યા બાદ શાળા-રાજ્યનું અને દેશનું નામ પણ રોશન કરે છે, ત્યારે આજે હિંમતનગરની એક શાળામાં શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચે અનોખી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્યના ખુણે ખુણેથી વિદ્યાર્થીઓ-શિક્ષકો પોતાની શાળામાં વર્ષો બાદ ફરી એકવાર ભેગા થયા હતા. જ્યાં શાળાના પૂર્વ અને વર્તમાન શિક્ષકોના પગ ધોઈ અને કંકુ તિલક કરી સન્માન કર્યું હતું. તો અવસાન પામેલા શિક્ષકોને શ્રદ્ધાજલી આપી હતી.

સોશિયલ મીડિયાથકી સ્કુલના પૂર્વ વિદ્યાર્થીઓ એક થયા
હિંમતનગરની હિમત હાઈસ્કુલના પૂર્વ વિદ્યાર્થીઓએ મળીને ગુરુઓની વંદના કરવાનું નક્કી કર્યું. પ્રથમ શોશ્યલ મીડિયા થકી સ્કુલના પૂર્વ વિદ્યાર્થીઓ એક થયા અને ગુરુવંદના કરવાનું બીડું ઝડપ્યું હતું. 500થી વધુ પૂર્વ વિદ્યાર્થીઓ રાજ્યના અને રાજ્ય બહાર વસેલા તમામ ભેગા થવાનું નક્કી કર્યું. અને નક્કી કરેલ પ્રમાણે સ્કુલના મેદાનમાં અને મંચ પર બિરાજમાન શાળાના પૂર્વ અને વર્તમાન શિક્ષકો અને સ્કુલ સમયે કરતા પ્રવૃતિઓને યાદ કરી પ્રથમ વિધીઓએ પ્રાર્થના કરી ત્યારબાદ વિદ્યાર્થીઓએ ફૂલ છડીથી ગુરુઓનું સ્વાગત કર્યું હતું.

અત્યાર સુધીમાં 113 શિક્ષકોએ વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા આપતા નિવૃત થયા
બાદ હરખ ભેર શિક્ષકોનો હાથમાં હાથ પકડીને સ્ટાફરૂમના દ્વારે લાવી વિદ્યાર્થીઓએ તેમના પગ ધોઈ અને કંકુ તિલક કરી સન્માન કર્યું ત્યારે શિક્ષક પણ કહેવા લાગ્યા કે, આવું તો હજી સુધી કોઈએ કર્યું નથી પણ અમારા વિદ્યાર્થીઓએ શરૂઆત કરી બીજોઓને પ્રેરણા આપી છે. આ શાળામાં 1976થી અત્યાર સુધીમાં 113 શિક્ષકોએ વિદ્યાર્થીઓને જ્ઞાન આપતા આપતા નિવૃત થયા છે. તો જેમાંથી 43 શિક્ષકોનું અવસાન થયું છે, તો હાલમાં 70 શિક્ષકો હજુ પણ આ સેવામાં અવીરત છે.

વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ કરી શિક્ષણજગતને રાહ ચીધી
આ અંગે હિમત હાઇસ્કુલના આચાર્ય નર્મદભાઈ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિને દિપાવવા માટેનો આ એક ઉત્તમ પ્રયોગ ગુરુ વંદનાનો હિંમતનગરની હિમત હાઇસ્કુલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભૂતપૂર્વ ગુરુજીઓને સન્માની એક આદર્શ નિર્માણ કર્યું છે. એટલુ જ નહિં માત્ર હિંમતનગરને નહિં પણ શિક્ષણ જગતની સેવા કરીને ખુબ નામના આપી છે અને દીપાવી છે. સામાન્ય આવા પ્રયોગો મંદિરો અને શાળામાં ગુરુ પૂર્ણિમાએ થાય છે પણ એ પૂર્વે વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમ કરી શિક્ષણ જગતને નવી રાહ ચીંધી છે.

ગુરુને પણ ગુરુઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો
નિવૃત થયેલા શિક્ષક રામભાઈ એસ.પંચાલે જણાવ્યું હતું કે, મેં 1972માં આજ શાળામાં અભ્યાસ કર્યો. મારા ગુરુજીએ મને શિક્ષણ આપ્યું અને મેં આ સ્કુલમાં કેમેસ્ટ્રી વિષય શિક્ષક તરીકે ફરજ પૂર્ણ કરી છે. આજે આ ગુરુ વંદના કાર્યક્રમ થકી મને મારા ગુરુઓનું સન્માન કરવાનો અવસર પ્રાપ્ત થયો છે. અને વિદ્યાર્થીઓએ પણ મારું સન્માન કર્યું છે. આમ મને આજે બે લાભ મળ્યા છે ત્યારે ઈતિહાસમાં ગુજરાતમાં પહેલીવાર આ અવર્ણનીય કાર્યક્રમ ઉજવાયો છે.

વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા જૂના સંસ્મરણો વાગોળ્યાં
આ અંગે હિમત હાઇસ્કુલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું કે, 1997માં શાળા છોડ્યા પછી શિક્ષકોને અને તે સમયના પ્રસંગોને યાદ કરતા હતા. બધા ભેગા થઈએ વાતો કરતા કરતા વિચાર આવ્યો કે શિક્ષકોની પૂજા કરવી જોઈએ તેવી ચર્ચા થયા બાદ સોશિયલ મીડિયા પર લીંક મૂકીને ફોર્મ ભરાવ્યા. રાજ્યના અલગ અલગ શહેરો અને રાજ્ય બહાર રહેતા ભૂતપૂર્વ વિદ્ધાર્થીઓએ સાથે એક સુત્રતા બનાવી એક સાથે સ્કુલમાં ભેગા થવા તમામ સહમત થયા હતા. આજે વર્ષની મોટી એટલે કે દેવપોઢી અગિયારસને દિને હિંમતનગરની હિમત હાઇસ્કુલમાં એજ મેદાનમાં કે જ્યાં અમે બાળપણ રમત અને શિક્ષણ સાથે વિતાવ્યું છે. ક્યાંક કોઈ વિદ્યાર્થીઓ પ્રાર્થના ગાઈ તો કોઈએ ગરબા ગાયા હતા. તો હસતા-હસતા ઓછુ સંભાળતા શિક્ષકો સાથે હે કરીને વાતો કરીને યાદગાર પ્રસંગો યાદ કર્યા હતા. તો શિક્ષક એક અને તેમની ફરતે પૂર્વ વિદ્યાર્થીઓએ મનની સાંકળ બનાવી તેમના દિલ સાથે દિલ મિલાવી તેમની હૃદયથી પગ ધોયા અને કંકુથી તિલક કરી એકી ટસે એક બીજા સામે જોઈ રહેવાનો વિદ્યાર્થીઓમાં અંતર્નાદ જોવા મળ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...