તલોદના હરસોલના વ્હોરવાડમાં ટ્રેક્ટર મૂકવા બાબતે થયેલ ઝઘડામાં ચાર શખ્સોએ પૈકી શખ્સે કપાળમાં કુહાડી મારતાં ત્રણ શખ્સોએ ઉપરાણુ લઇ આવી મારતાં તલોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.
તા.07-05-22 ના રોજ સાંજે હરસોલના વ્હોરવાડમાં મોહંમદ આકીબ અબ્દુલ સત્તાર વ્હોરા ના મામા જાકીરભાઇ વ્હોરાના ઘર આગળ રસ્તામાં ટ્રેક્ટર મૂકવા બાબતે ઝઘડો થતાં મોહંમદ આકીબ અબ્દુલ સત્તાર વ્હોરા ત્યાં જતા ગામના બિસ્મીલ્લા તાલીબભાઇ પરમારે કુહાડી કપાળના ભાગે મારી હતી.
તેની સાથે આવેલ તાલીબભાઇ બાવલમીયા પરમાર, શોકતમીયા શબ્બીરમીયા પરમાર, તાલીબભાઇનો સાળો રાજુભાઇ (રહે. દહેગામ) એ બિસ્મીલ્લાના ઉપરાણામાં આવી જાકીરમીયા તથા નવીદાભાઇ અને અહેમદહુસેનની સાથે ઝપાઝપી કરી અપશબ્દો બોલી મારતાં બૂમાબૂમ થતા ચારેય જણા મારી નાખવાની ધમકીઓ આપી જતા રહ્યા હતા. મોહંમદ આકીબ અબ્દુલ સત્તાર વ્હોરાને ઇજાઓ થતાં સારવાર અર્થે ખસેડાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.