ફરિયાદ:ઈડરના ચિત્રોડામાં પરિણીતાએ ફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું : સાસુ સામે ગુનો

હિંમતનગર3 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જાદર પોલીસમાં મૃત્યુ સુધીનું દુષપ્રેરણ કરવા અંતર્ગત ફરિયાદ

ઇડર તાલુકામાં ચિત્રોડામાં પરણીતાને તારો પતિ કંઈ કામ ધંધો કરતો નથી તારા પિતાએ લગ્ન વખતે કંઈ આપેલ નથી અને મજૂરી મોકલવા બાબતે અવારનવાર ઝઘડા કરી સાસુ દ્વારા અપાતા ત્રાસથી કંટાળી જઇ ગુરુવારે રસોડામાં ગળે ફાંસો લગાવી જીવન ટૂંકાવી લેતા જાદર પોલીસે મૃત્યુ સુધીનું દુષપ્રેરણ કરવા અંતર્ગત સાસુ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

સેજવીકપુરાના બળદેવસિંહ લાલસિંહ સોલંકીની દીકરી આરતીબાના લગ્ન ચિત્રોડા ગામના ભવાનસિંહ હિંમતસિંહ રાઠોડ સાથે થયા હતા અને પુત્રના જન્મ બાદ આરતીબાના સાસુ કંચનબેન અવારનવાર કહેતા હતા કે તારા બાપાએ લગ્ન વખતે અમને કાંઈ આપેલ નથી તારો પતિ પણ કંઈ કામ ધંધો કરતો નથી તને કંઈ ઘરકામ આવડતું નથી કહી ઝઘડો કરતા હતા નવેક માસ અગાઉ આરતીબા બીમાર પડતા પિયરમાં ગયા હતા અને તેમના માતા-પિતાને સાસુના ત્રાસ અંગે વાત કરી હતી.

જેથી આરતીબા ને સાસરીમાં તેડી જવા વખતે તેમના સાસુને સેજવીકપુરા બોલાવતા સાસુ કંચનબેન અને દીયર હિતેન્દ્રસિંહ આવ્યા હતા અને આરતી ને કેમ મોકલતા નથી કહી ઝઘડો કર્યો હતો. જેથી બળદેવસિંહે આરતીબાને મોકલવા ના પાડી દીધા બાદ તેમના કુટુંબના લોકો પંદરેક દિવસ પછી આવ્યા હતા અને સમાધાન થયા બાદ આરતીબાને લઈ ગયા હતા ત્યારબાદ 9-10 ફેબ્રુઆરીના રોજ લગ્ન પ્રસંગમાં આવવા આરતીબાને સ્પષ્ટ ના પાડી તું લગ્નમાં જઈશ તો અહીંયા ઘરનું કામ કોણ કરશે કહી તકરાર પણ કરી હતી ત્યારબાદ આરતીબા સાથે કોઈ વાતચીત થઈ ન હતી.

અન્ય સમાચારો પણ છે...