મારામારી:ઇડરમાં દારૂડીયાએ ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કરતાં મારામારી, 13 જણાં સામે સામસામી ફરિયાદ નોંધાઇ

હિંમતનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • દારૂની થેલીઓ ઘર આગળ નાખી ફરાર થઇ જતાં અડ્ડાવાળાને ફરિયાદ કરતાં મારમાર્યો

પોલીસ સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ તા.01-08-22 ના રોજ રાત્રે સાડા આઠેક વાગ્યે દારૂના અડ્ડા પરથી અજાણ્યો શખ્સ દારૂની થેલીઓ લઇને અલ્પેશકુમારના ઘરમાં ઘૂસી રહ્યો હોઇ બૂમ પાડી રોકતા ઘર આગળ દારૂની થેલી નાખી ગયો હતો જેથી અલ્પેશકુમારે દેશી દારૂનો અડ્ડો ચલાવતા મુકેશભાઇ નારાયણભાઇ રાણાને આ બાબતે કહેતા મુકેશભાઇ, લક્ષ્મણભાઇ નારાયણભાઇ રાણા, સજનીબેન ભીખાભાઇ રાણા, જ્યોત્સનાબેન પ્રભુદાસ રાણા, દેવ્યાનીબેન પ્રભુદાસ રાણા, સીમાબેન મુકેશભાઇ રાણા, પ્રેમીબેન રાજુભાઇ રાણા, રાજુભાઇ સોમાભાઇ રાણાએ ભેગા મળી મુકેશભાઇ તથા લક્ષ્મણભાઇએ ઇંટો મારી અલ્પેશભાઇને ઇજાઓ પહોંચાડી હતી તે વખતે માતા કુસુમબેન બચાવવા આવતા તેમને સજનીબેન, જ્યોત્સનાબેન, સીમાબેન તથા દેવ્યાનીબેને ભેગા મળી ધક્કો મારી નીચે પાડી માર માર્યો હતો

રાજુભાઇ સોમાભાઇ રાણાએ પણ બંનેને ગડદાપાટુનો માર મારી બધાએ ભેગા મળી અલ્પેશભાઇને બળજબરી પૂર્વક દારૂ પીવડાવાનો પ્રયત્ન કરી તેમના ખિસ્સામાંથી રૂ.10,800 લૂંટી લીધા હતા. ઇડર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપવા જતા પોલીસે ફરિયાદમાં દારૂની હકીકત લખવાની ના પાડી પોલીસે લખેલ ફરિયાદમાં સહી કરવાનું કહેતા અલ્પેશકુમારે સહી કરી ન હતી અને હિંમતનગર સિવિલમાં સારવાર કરાવ્યા બાદ ઇડર પોલીસને ફરિયાદ નોંધવી પડી હતી.

આ ફરિયાદની વિરુદ્વમાં મુકેશભાઇ નારાયણભાઇ ભીલે ફરિયાદ નોંધાવી હતી કે તેમનો દીકરો અલ્પેશભાઇના ઘર આગળ રમતો હોઇ અને અપશબ્દો બોલતા હોઇ જે બાબતે મુકેશભાઇ સમજાવવા જતાં જાતિવિષયક અપમાનિત કરી મારા ઘરનું પગથીયુ કેમ ચઢ્યો કહી ઉતારી પાડી ઝપાઝપી કરી મોઢા ઉપર છાતીના ભાગે ફેટો મારી નીચે પાડી દઇ બાજુમાંથી ઇંટ લઇ મારવા જતા હાથ વચ્ચે લાવી દેતા હાથના કાંડાના ભાગે ઇજા થઇ હતી. તેમજ લક્ષ્મણભાઇ મુકેશભાઇને બચાવવા જતાં તેમને પણ ઇજાઓ પહોંચાડી હતી તેમજ અલ્પેશભાઇ સાથે અરૂણાબેન વિહોલ, રાની વિહોલ, પિન્કીબેન, અભિ વિહોલે સાથે મળી મુકેશભાઇને ઘેર જઇ માર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...