કાર્યવાહી:પોશીનાના દેમતીકાઢામાં જંગલ જમીનમાં પ્રવેશી પથ્થરમારો કર્યો

હિંમતનગર19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વનકર્મીને માર મારી છરી કાઢી મારી નાખવાની ધમકી

પોશીના તાલુકાના દેમતીકાઢા ગામમાં ગત રવિવારે સવારે દસેક વાગ્યાના સુમારે જંગલ સર્વે નંબરમાં પહોંચેલ વનકર્મીને તું ક્યાંથી આવ્યો છે. આ જંગલ વિસ્તાર મારો છે. ફોરેસ્ટ ખાતાવાળાનો નથી તમે ફોરેસ્ટ વાળા મારા વિસ્તારમાં કેમ ફરો છો કહી અપશબ્દો બોલી પથ્થરો મારી છરી કાઢી મારી નાખવાની ધમકી આપતા ખેરોજ પોલીસે સરકારી કર્મચારી પર હુમલો કરવાનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

વન વિભાગમાં ફરજ બનાવતા રામજીભાઈ પરમાર ઉ.વ.53 ગત તારીખ 8/01/23ના રોજ નોકરીએ જવા નીકળ્યા હતા અને સવારે દસેક વાગ્યાના સુમારે દેમતીકાઢાના સરકારી જંગલ સર્વે નંબર 194ના પ્લોટમાં પહોંચ્યા હતા. તે દરમિયાન સવા દસેક વાગ્યાના સુમારે દેમતીકાઢા ગામના કાંતિભાઈ પરમાર આવી પહોંચ્યા હતા અને તું ક્યાંથી આવેલ છે. આ જંગલ વિસ્તાર મારો છે.

ફોરેસ્ટ ખાતા વાળાનો નથી તમે ફોરેસ્ટ ખાતા વાળા અહીં મારા વિસ્તારમાં કેમ ફરો છો. તેમ કહી ઇરાદાપૂર્વક હુમલો કરી દીધો હતો અને અપશબ્દો બોલી અપમાનિત કરી નીચે પડેલા પથ્થરો લઈ મારવાના શરૂ કર્યા હતા. જેથી શરીરે પથ્થરો વાગતા રામજીભાઈ નીચે બેસી જતા કાંતિભાઈ હોમીરાભાઈ પરમાર તેમની પાસે આવી ગયા હતા અને લાતો મારી ખિસ્સામાંથી છરી કાઢી છાતી ઉપર બેસી ગયા હતા અને મારી જમીન પરથી નીકળી જા નહીં તો જાનથી મારી નાખીશ તેવી ધમકીઓ આપી હતી. રામજીભાઈની ફરિયાદ ને આધારે ખેરોજ પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.

અન્ય સમાચારો પણ છે...