અરવલ્લી જિલ્લા આરોગ્ય પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા ભિલોડાના જનાલી અને આસપાસના ગરીબ અને પછાત વર્ગ માટે લોકોને આરોગ્ય સુવિધાનો લાભ મળી શકે તેવા આશયથી 2015 માં P.H.C સરકારી દવાખાનાની મંજૂરી આપી હતી. પંચાયત દ્વારા બહુમતીથી ઠરાવ કરી જિલ્લા પંચાયતને સુપરત કરાયો હતો. પરંતુ મંજૂર થયેલ દવાખાનાની જગ્યાનું બાંધકામ શરૂ ન કરાતાં ગ્રામજનોએ તંત્રમાં વારંવાર રજૂઆતો કરવા કામગીરી ન કરાતાં ગ્રામજનોએ એકત્ર થઈ અચોક્કસ મુદતની ભૂખ હડતાળ પર બેસી તંત્રનો વિરોધ નોંધાવ્યો હતો.
પરંતુ આજ દિન સુધી મકાનનું બાંધકામ શરૂ ન થતાં ગ્રામજનો દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરી બેનર લગાવી વિરોધ કર્યો હતો.મંજૂર દવાખાનાની જગ્યા પ્રથમ આરોગ્ય વિભાગ દ્વારા ગામતળની જમીન તપાસતા ગામતળની જમીનમાં આજુબાજુ વસવાટ કરતાં કેટલાક લોકો દ્વારા આ જ્ગ્યામાં ગેરકાયદે દબાણ કરાયું હતું. જેથી પંચાયત દ્વારા આ દબાણને ખુલ્લુ કરાયું હતું.
દબાણ ખુલ્લુ થતા દવાખાનાના બાંધકામ માટે 2500 ચો.મી જમીન જનાલી ગામ પાસે ગામતળની જમીન ખુલ્લી હોવાથી આરોગ્ય વિભાગે સરકારી રેકર્ડ ઉપર લઈ જનાલી હેલ્થ સેન્ટરના મેડિકલ ઓફિસરને સર્કલે કબજો સુપરત કર્યો હતો.
પરંતુ જનાલીની ગામતળ જમીન પાસે હોવા છતાં દવાખાનાની મંજૂર થયેલ જમીનની આસપાસ વસવાટ કરતા લોકોએ આરોગ્યના નામે થયેલ જમીનમાં ધાર્મિકતાનો મુદ્દો આગળ લાવી રાજકીય મુદ્દો ઉભો કરી આવિસ્તરના ગરીબ અને પછાત વર્ગના લોકોની સુવિધાનો લાભ છીનવાઇ ન જાય તેવા આશયથી ગ્રામજ્નો લોકકલ્યાણ હિતાર્થે એક સંપ થઇ જે તે સમયે દવાખાના આગળ ભૂખ હડતાળ ઉપર ઉતરી વિરોધ કર્યો હતો તેવું ગામના રામભાઈ પટેલ સહિત ગ્રામજનોએ જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.