હિંમતનગર રેલવે સ્ટેશન પર ઈન્દોર-અસારવા ટ્રેનને સાબરકાંઠાના સાંસદ દીપસિંહ રાઠોડે પ્રસ્થાન કરાવ્યું હતું. આ પ્રસંગે સાંસદે જણાવ્યું હતું કે, આગામી સમયમાં હિંમતનગરથી મુંબઈ અને દિલ્હી જવા માટે પણ ટ્રેન શરુ થશે. જેથી હિંમતનગરથી રાજસ્થાન, મધ્યપ્રદેશ બાદ દિલ્હી અને મહારાષ્ટ્ર જવામાં પણ સરળતા રહેશે. ઈલેક્ટ્રિક લાઈનનું પણ કામકાજ પણ અગામી દિવસોમાં શરુ થશે અને તે ઝડપી પૂર્ણ થઈ જશે.
રેલવે વિભાગ દ્વારા રાજસ્થાન અને એમ.પીને જોડતી નવી ત્રણ ટ્રેનને મંજૂરી આપ્યા બાદ સાંસદે લીલી ઝંડી આપી ઉદેપુરથી જયપુર, કોટા અને ઇન્દોરથી અસારવા માટે પ્રસ્થાન કરાવ્યું હતું. અરવલ્લીના સાંસદ દીપસિંહ રાઠોડે ઇન્દોર-અસારવા નવી ટ્રેનને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું. હિંમતનગર રેલવે સ્ટેશન પર વહેલી સવારે કોટા-અસારવા, જયપુર-અસારવા અને ત્યારબાદ ઇન્દોર-અસારવા ટ્રેન ચલાવવામાં આવી હતી.
સાંસદ સાથે ભાજપના સંગઠનના કાર્યકર્તાઓ પણ જોડાયા હતા. આ પ્રસંગે સાંસદ દીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, હિંમતનગરનું રેલવે સ્ટેશન રાજસ્થાનમાં ઉદેપુર સુધી જોડાયેલું હતું, હવે ત્રણ નવી ટ્રેન શરુ થતા જયપુર, કોટા, ઈન્દોર અને ઉજ્જૈન સુધી જોડાયું છે. અગામી દિવસોમાં દિલ્હી અને મુંબઈ પણ સાથે પણ જોડાશે. નવી ટ્રેનો હજી પણ શરુ થશે તો અમદાવાદથી ઉદેપુર રેલવે માટે ઈલેક્ટ્રીફીકેશનની કામગીરી માટેનું ટેન્ડર પણ ખુલશે. એક સાથે ત્રણ ચરણમાં કામ શરુ થશે, જે ઝડપી પુરું થશે અને નવી ઈલેક્ટ્રિક ટ્રેનો વધુ શરુ થશે. આમ હિંમતનગરનું રેલવે સ્ટેશન અગામી દિવસોમાં નવીન બનશે તેમાં અધ્યતન સગવડો ઉભી કરાશે.
શનિવારે સવારથી બપોર સુધીમાં ચાર ટ્રેનમાં રૂ. 23 હજારથી વધુની 241 રેલવે ટિકિટોનું વેચાણ થયું હતું. 600થી વધુ મુસાફરોએ મુસાફરી કરી હતી. સૌથી વધુ મુસાફરો અસારવા-ડુંગરપુર હોળીના તહેવારને લઈને જતા જોવા મળ્યા હતા. ટિકિટ બારી પર મુસાફરોની લાઈન પણ જોવા મળી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.